• Gujarati News
  • જિલ્લામાં ફટાકડાના 107 હંગામી લાયસન્સ અપાયા

જિલ્લામાં ફટાકડાના 107 હંગામી લાયસન્સ અપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લામાં ચાલુ સાલ દિવાળીની મોસમમાં ફટાકડાના વેચાણ માટે 107 જેટલા હંગામી લાયસન્સ વહીવટીતંત્રે ઈશ્યુ કર્યા છે. ગત વરસે પણ 100થી વધુ લાયસન્સ ઈશ્યુ કરાયા હતા.

દિવાળીમાં અનેક ચીજવસ્તુઓના વેપારમાં વધારો થાય છે. ફટાકડાનું ખરીદ વેચાણ વધુ થાય છે. ફટાકડાના વેપાર માટે વહીવટીતંત્ર લાયસન્સ ઈશ્યુ કરે છે. કેટલાક વેપારીઓ આખુ વર્ષ વેપાર કરે છે. જેમના લાયસન્સની મુદ્દત મોટી હોય છે. જ્યારે એક મોટો વર્ગ દિવાળીના દિવસો દરમિયાન ફટાકડાનો વેપાર કરે છે. વેપારીઓ માટે વહીવટીતંત્ર ફટાકડાના વેપાર માટે હંગામી લાયસન્સ ઈશ્યુ કરે છે.

ચાલુ સાલ પણ નવસારી જિલ્લામાં અરજદારો પાસેથી આવેલ અરજ અંતર્ગત ફટાકડાના હંગામી લાયસન્સ આપવામાં આવ્યા છે. ચાલુ સાલ જિલ્લામાં કુલ 107 હંગામી લાયસન્સ આપવામાં આવ્યા છે. સૌથી વધુ ચીખલી તાલુકામાં 22 લાયસન્સ અપાયા છે. ઉપરાંત અન્ય તાલુકાદીઠ લાયસન્સના આંક જોઈએ તો નવસારી શહેરમાં 11, નવસારી ગ્રામ્યમાં 13, ગણદેવી તાલુકામાં 20, વાંસદા તાલુકામાં 8, જલાલપોર તાલુકામાં 18 અને નવનિર્મિત ખેરગામ તાલુકામાં 15 લાયસન્સ ઈશ્યુ કરાયા છે. મળતી માહિતી મુજબ ગત વરસે 109 હંગામી લાયસન્સ અપાયા હતા. ચાલુ સાલ પણ આંક લગભગ સરખો રહ્યો છે.