• Gujarati News
  • વિધાર્થીઓને પાસ મેળવવા પડતી મુશ્કેલી

વિધાર્થીઓને પાસ મેળવવા પડતી મુશ્કેલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીજિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટરાલયના સભાખંડમાં કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. બેકઠમાં નવસારી સાંસદ સી.આર.પાટીલ, નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ ગણદેવી ડેપો પરથી વિધાર્થીઓને પાસ મેળવવા, બીલીમોરાથી વાડી જતા બસ સ્થળ પર મોકલવા, વાડી-કનેરા આડબંધ તેમજ નેશનલ હાઇવે પર આવેલા સડોદરા ખાતે જવા માટે માર્ગ, મેંધર-ભાટ ગામે પીવાના પાણીની સુવિધા, ખેરગામ તાલુકાના ભૈરવી ગામે આવાસ ફાળવણી સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.

કલેકટર રેમ્યા મોહને વિધાર્થીઓને પાસ મેળવવા પડતી મુશ્કેલી નિવારવા તેમજ વાડી ગામે બસ મોકલવા અંગે એસ.ટી.વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. વાડી-કનેરા આડ બંધ બાબતે ડ્રેનેજ વિભાગના અધિકારીને સ્થળ મુલાકાત કરીને ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

ગણદેવી તાલુકાના મેંધર-ભાટ ગામે પીવાના પાણી અંગે લોકોની મુશ્કેલી નિવારવા તાત્કાલિક ગામની મુલાકાત લઇને પ્રશ્નનો ઉકેલ લાવવા પાણી પુરવઠા વિભાગના અધિકારીને સુચના આપી હતી. કલેકટરે ભૈરવી ગામમાં આવાસોની ફાળવણી અંગે પણ કાર્યવાહી કરવાઅધિકારીઓને સુચન કર્યું હતું. જેમાં કલેકટરે નિવૃત કર્મચારીઓના પેન્સન કેસો સત્વરે નિકાલ કરવા અને સરકારી બાકી લેણાંની વસુલાત ચોક્કસ લક્ષ્યાંક નિર્ધારિત કરી, વસુલાત ઝડપી કરવા સુચના સાથે તાકીદ પણ કરી હતી.