તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બળદગાડું વીજપોલ સાથે અથડાતાં વીજપ્રવાહ બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવીસુગર ફેકટરી તરફ શેરડી ભરી આવી રહેલ બળદગાડું દેસાડ ગામે બુધવારે સાંજે એક વીજપોલમાં ભટકાયું હતું. જેથી ખેતીવાડીની વીજ લાઈનનો એચ.ટી. પોલ ધરાશાયી થતા વિસ્તારના 7થી 8 ગામોના 75થી વધુ ખેતીવાડીની લાઇનો પ્રભાવિત થઈ હતી. જોકે ઘટનામાં બળદ અને ચાલકનો બચાવ થયો હતો.

હાલ શેરડીની કાપણી બાદ શેરડીનો જથ્થો સુગર ફેકટરીમાં બળદગાડા અને ટ્રકોમાં ભરી મોકલવામાં આવી રહ્યો છે. ગણદેવી સુગર ફેકટરીમાં પણ હાલ કામ ચાલી રહ્યું છે. જેમાં ચીખલીના દેગામથી શેરડી કાપણી કરી બળદગાડામાં ભરી કતારબદ્ધ ગણદેવી આવી રહ્યા હતા. તે સમયે સંધ્યાકાળે દેસાડ ગામના ડ્રાઈવ ઇન સિનેમા પાસે માર્ગ પરના ઉતરતા ઢાળે બળદગાડાએ સંતુલન ગુમાવતા ખેતીવાડી વીજપોલમાં ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતમાં વીજપોલ તૂટી જવા સાથે ખેતીવાડીની લાઈનો પ્રભાવિત થઈ હતી. અકસ્માતના કારણે ગણદેવી વીજ સ્ટેશનથી કેસલી ફિડર મુખ્ય લાઈન ગણદેવી કરંજ દેવી, પાટી, દેસાડ, કલવાચ, આલીપોર જેવા ગામોમાં 75થી વધુ ખેતવાડી વીજજોડાણમાં વીજપુરવઠો પૂરો પાડે છે, જે બંધ કરાયો છે. ઘટનાની જાણકારી મળતા ગણદેવી વીજ કચેરીના ઈજનેર બી.એચ.પટેલ તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ચાલક બળદગાડું મૂકી નાસી છૂટ્યો હતો. દેસાડ ગામના સરપંચ અને ઉપસરપંચ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વીજ કંપનીએ પોલ ખસેડતા વાહનવ્યવહાર પૂર્વવત બન્યો હતો.

શેરડી ભરેલું બળદગાડું વીજ પોલમાં ભટકાયું હતું. તસવીર-પ્રબોધભીડે

પોલ પડતા વાહનવ્યવહાર અસરગ્રસ્ત

અન્ય સમાચારો પણ છે...