તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નગર પ્રતિભાખોજ અંતર્ગત વિવિધ સ્પર્ધા યોજાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નગરનાસોશ્યલ ગ્રુપ દ્વારા હાલમાં નગર પ્રતિભા ખોજ સ્પર્ધાનું ગણદેવી હાઈસ્કૂલમાં આયોજન કર્યું હતું. અંતર્ગત નિબંધ, ડ્રોઈંગ અને ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સ્પર્ધામાં ધો. 5થી 8 અને ધો. 9થી 12 એમ બે વિભાગો પાડવામાં આવ્યા હતા. સ્પર્ધામાં કુલ 28 શાળાના 521 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આખરી રાઉન્ડમાં 6 જોડીઓ પ્રાથમિક વિભાગમાં ફાઈનલ રાઉન્ડમાં આવતા ગડતની અંબિકા હાઈ.ની પ્રાથમિક વિભાગની જોડી પ્રથમ ક્રમે રહી હતી. જ્યારે અમલસાડની મો.ચુ. શાહ પ્રા.શાળા દ્વિતીય ક્રમે અને તૃતીય ક્રમે પોંસરીની પ્રા.શાળા વિજેતા રહી હતી. જ્યારે ધો. 9થી 12 માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે ધમડાછાની કે.કે. દેસાઈ હાઈસ્કૂલ પ્રથમ અને ગઝદર ઈંગ્લીશ મિડિયમ હાઈસ્કૂલ દ્વિતીય ક્રમે તેમજ તૃતીય ક્રમે ફરી એકવાર ધમડાછાની કે.કે. દેસાઈ હાઈસ્કૂલ તૃતીય રહી હતી. તમામ વિજેતાને 24મી ડિસેમ્બરે યોજાનારા ફનફેરમાં મહાનુભાવોના હસ્તે ઈનામ અપાશે. ઉપરાંત નિબંધ અને ચિત્રકામ સ્પર્ધામાં તમામ વિજેતાઓને પણ 24મી ડિસેમ્બરે ઈનામ અપાનાર હોવાનું જાહેર કરાયું હતું. સ્પર્ધાનો પ્રારંભ ડો. ગિરીશ નાયકના હસ્તે દીપ પ્રાગટ્યથી કરાયો હતો.

ક્વિઝ સ્પર્ધામાં ગડત, ધમડાછા હાઈસ્કૂલનો પ્રથમ અમલસાડ અને શાળા દ્વિતીય ક્રમે

અન્ય સમાચારો પણ છે...