• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Gandevi
  • ઉછીનાં નાણાં સામે આપેલા ચેક રિટર્ન થતાં આરોપીને 2 વર્ષની સજા

ઉછીનાં નાણાં સામે આપેલા ચેક રિટર્ન થતાં આરોપીને 2 વર્ષની સજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરામાંવેપારી મિત્રએ પોતાના મિત્રને પાંચેક વર્ષ અગાઉ કુલ રૂ.2.89 લાખ ઉછીના આપ્યા હતા, જેની અવેજીમાં આપેલા ચેકો રિટર્ન થતા વેપારીએ ગણદેવી કોર્ટમાં ફરિયાદ કરી હતી.જે અંગેનો કેસ ચાલી જતા કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો. સમગ્ર મામલામાં કોર્ટે બે અલગ-અલગ કેસોમાં આરોપી મિત્રને ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટનાં ગુનામાં તકસીરવાર ઠેરવી બે વર્ષની સજા અને કુલ રૂ.5.78 લાખ એક મહિનામાં ચુકવવાનો હુકમ કર્યો છે.

મળતી માહિતી મુજબ બીલીમોરા નજીક કાંઠા વિસ્તારનાં બીગરી ગામનાં મોટા ફળિયામાં રહેતા વેપારી ગિરીશકુમાર ગાંડાભાઇ પટેલ (38) પાસે તેના મિત્ર સત્યેન એમ.રાણા (42) રહે.504 સૂર્યકિરણ એપાર્ટમેન્ટ ગૌહરબાગ બીલીમોરાએ તા.7.5.2012 નાં રોજ પોતાના ઇન્ટરનેટ દ્વારા રેલવે એર ટિકીટનાં ધંધો કરવા માટે અલગ-અલગ સમયે કુલ રૂ.2.89 લાખ ઉછીનાં લીધા હતા. ઉછીની લીધેલી રકમ મહિનામાં પરત કરવાનો વાયદો કરી તેની અવેજી (સામે) બેંકના ચેકો લખી ગિરીશ પટેલને આપ્યા હતા.પાકતી મુદતે બેંકમાં ચેક ભરવાથી પુરી રકમ મળી જવાનો વિશ્વાસ આપ્યો હતો. દરમિયાન મુદત પુરી થતાં ગિરીશભાઇએ ચેક નાંખતા ચેક બેંક ખાતામાં અપુરતું ભંડોળ હોવાનાં શેરા સાથે પરત ફર્યા હતા. આથી તેમણે પોતાના મિત્ર સત્યેન રાણાને વકીલ મારફતે નોટીસ પાઠવી હતી તેમજ નિયમો પ્રમાણે ગણદેવી જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એક્ટની કલમ 138ની જોગવાઇઓનો ભંગ કર્યાની સત્યેન રાણા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

બંને પક્ષનાં વકીલોની દલીલો તેમજ આધાર પુરાવાઓને ધ્યાને લઇને જજ ચાંદની પ્રતિક શર્માએ ચુકાદો સંભળાવ્યો હતો. કેસમાં આરોપી સત્યેન રાણાને ગુનામાં તકસીરવાર ઠેરવી ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ બે વર્ષની સાદી કેદની સજા તેમજ કાનૂની કાર્યવાહીમાં થયેલો ખર્ચ તેમજ માનસિક ત્રાસનાં વળતર પેટે રૂ.2.89 લાખ એટલે કે જેટલી રકમ ઉછીની આપી હતી તેટલી રકમ ચુકવવાનો આદેશ કર્યો હતો. આમ કુલ 5.78 લાખ દંડ ફટકાર્યો હતો, જે એક મહિનામાં ચુકવવાનો હુકમ કર્યો હતો. કેસમાં ફરિયાદી તરફે પંકજભાઇ મોદીએ ધારદાર દલીલો કરી હતી.

ધંધો કરવા મિત્ર પાસે ઉછીના લીધા બાદ ચેક આપયા તે રિટર્ન થયા

અન્ય સમાચારો પણ છે...