• Gujarati News
  • ગણદેવીના શિવાલયોમાં શિવરાત્રીની ઉજવણી કરાશે

ગણદેવીના શિવાલયોમાં શિવરાત્રીની ઉજવણી કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી |ગણદેવી નગરમાં આવેલા શિવાલયોમાં શિવરાત્રીની ઉજવણી બે દિવસ કરવામાં આવશે. મહાવદ તેરસ ને મંગળવાર તા.17મીએ રાત્રે ધનોરી નાકા લાયન્સ જોગર્સ પાર્ક સામે આવેલ તડકેશ્વર મહાદેવ દાદાના મંદિરે જય જલારામ યુવક મંડળ દ્વારા રાત્રે 8 વાગ્યે ભજન સંધ્યાનો કાર્યક્રમ તેમજ રાત્રે ઘીના કમળ, બુધવારે બપોરે 2 કલાકે સત્યનારાયણની પૂજા અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.