• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Gandevi
  • નવ તાલુકા ભેગા કરી મોચી જ્ઞાતિની 19મી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

નવ તાલુકા ભેગા કરી મોચી જ્ઞાતિની 19મી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવીતાલુકા ક્ષત્રિય મોચી જ્ઞાતિ પરિષદ આયોજિત મગનલાલ. ડી. કોઠારી 19મી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન બીલીમોરા વી.એસ.પટેલ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.

છેલ્લા 19 વર્ષથી ગણદેવી તાલુકો ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે. તાલુકાનાં યુવા સાંસ્કૃતિક વિભાગ તરફથી જિલ્લા પરિષદનાં 10 વિભાગને આમંત્રણ આપતા બરોડા વિભાગને બાદ કરતા 9 વિભાગ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવી હતી. 9 વિભાગની ટીમનાં લોટ પાડી ટીમ કેપ્ટન (આયોજક) પ્રદિપ ચૌહાણે જે તે ટીમને મેદાન ઉપર હાજર કરી મેચ શરૂ કરાવી હતી.

મેચની શરૂઆતની સાથે મંડપમાં ઉપસ્થિત મહેમાનોનું તાલુકા પ્રમુખ આર.આર.પરમારનાં હસ્તે પુષ્પગુચ્છથી અભિવાદન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં ગીતા જ્ઞાનનાં લેખક તથા દિવ્ય જીવન અભિયાનનાં પ્રણેતા અંબુ પરમાર, દક્ષા પરમાર ઝાંબીયાથી ઉપસ્થિત રહી ટુર્નામેન્ટનું આયોજન કરનાર આયોજકોનો આભાર માની જણાવ્યું કે ખેલાડીઓમાં રહેલી સુષુપ્ત શક્તિ બહાર લાવવા ક્રિકેટ ટીમનું પ્લેટફોમ ખુબ જરૂરી છે. ટુર્નામેન્ટમાં નવ તાલુકાએ ભાગ લીધો હતો. યજમાન ગણદેવી, ચીખલી તાલુકો, વલસાડ તાલુકો, પારડી તાલુકો, મુંબઇ તાલુકો, નવસારી તાલુકો, બારડોલી તાલુકો, સુરત તાલુકો, કામરેજ તાલુકાની ટીમે ભાગ લીધો હતો.સમગ્ર ટુર્નામેન્ટમાં અંતે નવસારી અને વલસાડ તાલુકા વચ્ચે 8 ઓવરની ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી.જેમાં વલસાડની ટીમે ટોસ જીતી પ્રથમ દાવ લેતા 110 રન ફટકાર્યા હતા.તેના જવાબમાં નવસારી તાલુકાની ટીમ ફક્ત 60 રન બનાવી શરણાગતી સ્વીકારી લીધી હતી.

ગણદેવી મોચી જ્ઞાતિ પરિષદની મેચ બીલીમોરામાં રમાડવામાં આવી

અન્ય સમાચારો પણ છે...