તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલમઠા ગામે જિંગા તળાવની 1 પર અદાવતમાં પાઇપથી હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાનજીકના કલમઠા ગામે રહી ઝીંગા તળાવનો ધંધો કરતા એક શખ્સને ઝીંગા તળાવનો વ્યવસાય નહીં આપી અન્યને સોંપવા બાબતેની અદાવત રાખી ઝીંગા તળાવના માલિકને પિતા પુત્રએ માર મારતા ઝીંગા તળાવના માલિકે પિતા પુત્રો સામે મારામારીની ફરિયાદ નોંધાવી છે.

બીલીમોરા નજીકના કલમઠા ગામે ધના ફળીયા તાલુકા ગણદેવી ખાતે રહેતા સુરેશભાઈ મગનભાઈ પટેલનાઓ ઝીંગાનો વ્યવસાય કરે છે.તેમના કલમઠા ગામની હદમાં ચાર ઝીંગા તળાવો આવેલા છે.જેમાં તેમની સાથે તેમનો ભાઈ તથા તેમના સુરતના પાર્ટનરો સાથે ઝીંગાનો વ્યવસાય ચલાવે છે.ગઈ કાલે 25/11/2017 નાં રોજ તેઓ તેમના ઝીંગા તળાવ પર તેમની મોટર સાયકલ પર તેમના કામ અર્થે ગયા હતા.ત્યાંથી તેમનું કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યાં હતા તે સમયે કલમઠા ગામની હદમાં રોડ ઉપર રાજુ ઉર્ફે કેનાલ મોહન પટેલ તથા તેનો પુત્ર ભાર્ગવ રાજુ પટેલ લોખંડનો પાઇપ અને સળિયો લઇ રસ્તા પર ઉભા હતા બંને જણાએ સુરેશભાઈની મોટર સાયકલના આગળના ભાગે પાઇપ મારી દીધો હતો અને સુરેશભાઈને પગના નળા ભાગે પાઇપ અને સળિયો મારી પગમાં ગંભીર ઇજા પહોંચાડી હતી.

સમયે ઘટના સ્થળે ત્યાં સુરેશભાઇનાં ભાઈ નરેશભાઈ પટેલ તથા નજીકમાં હાજર લોકો દોડી આવ્યા હતા.તેમને બીલીમોરા ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા.આ બનાવ બાબતે સુરેશભાઇએ તેમની ફરિયાદમાં જણાવેલ છે કે રાજુ ઉર્ફે કેનાલ મોહન પટેલ તથા તેનો પુત્ર ભાર્ગવ રાજુ પટેલને સુરેશભાઈ ના ઝીંગાના વ્યવસાય તેમને પાર્ટનર બનાવ્યા હતા અને સુરતના વેપારીને પાર્ટનર બનાવ્યા હોય તેમજ ઝીંગાનું સારું ઉત્પાદન થયું હતુ તે દેખી ખમાતું હોવાથી તેમને ઝીંગા તળાવ નહીં આપતા અદાવત રાખી તેમને માર માર્યો હોવાનું તેમણે જણાવ્યું હતુ.

સુરેશભાઈ મગનભાઈ પટેલએ બીલીમોરા પોલીસમાં રાજુ ઉર્ફે કેનાલ મોહન પટેલ રહે અમલસાડ તથા તેનો પુત્ર ભાર્ગવ રાજુ પટેલ રહે. કલમઠા સામે બીલીમોરા પોલીસમાં મારામારીની ફરિયાદ નોંધાવી હતી.

હુમલો કરનાર પિતાપુત્ર વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...