તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણદેવી બેઠકના ઉમેદવારોનો ખેરગામ તાલુકામાં પ્રચાર શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી9 ડિસબરનાં રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ગણદેવી મત વિસ્તારના ભાજપ,કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો અને કાર્યકરો દ્વારા ખેરગામ તાલુકાની જનતાને મનાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે.

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગણદેવી વિધાનસભાના ઉમેદવારો પોતપોતાના મત વિસ્તારોમાં મતદારોના ઘરે ઘરે જઇ મતદારોને રિજવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.ભાજપ કાર્યાલયનું ખેરગામના ચારરસ્તા આંબેડકર ચોક પાસે હાલના ધારાસભ્ય દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતુ.

ગણદેવી બેઠકના ભાજપના ઉમેદવાર નરેશભાઈ પટેલ પોતાના કાર્યકરો સાથે ખેરગામ તાલુકાના વિસ્તારમાં ફરી મતદારોને ભાજપ સરકારે કરેલા કામોની જાણકારી આપી હતી.

તેમજ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ધ્યાનમાં રાખી 9ડિસબરે યોજાનારી વિધાનસભાની સામન્ય ચૂંટણીમાં ભાજપને સહકાર આપવા મતદારો સમક્ષ અપીલ કરવામાં આવી હતી.તેમજ બીજી બાજુ કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન ગણદેવી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ હળપતિ દ્વારા કરવામાં આવ્યું હતુ.

ખેરગામ તાલુકા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શશીનભાઈ પટેલની આગેવાની હેઠળ ખેરગામ તાલુકાના બહેજ, ચીમનપાડા, ગૌરી, વડપાડા, જામનપાડા, આછવણી ગામે જાહેર સભા કરવામાં આવી હતી. જેમાં હાલના કોંગ્રેસના ઉમેદવારે સુરેશભાઈ હળપતિએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને સહકાર આપવા લોકોને અપીલ કરી હતી.

બહેજ, ચીમનપાડા, ગૌરી, વડપાડા સહિતના ગામોમાં પ્રચાર

અન્ય સમાચારો પણ છે...