• Gujarati News
  • કાંઠા વિસ્તારની પેથાણ કેથમડી સ્કૂલનું ધો.12નું સામાન્ય પ્રવાહનું પરિણામ

કાંઠા વિસ્તારની પેથાણ-કેથમડી સ્કૂલનું ધો.12નું સામાન્ય પ્રવાહનું પરિણામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંચેલી હાઈસ્કૂલનું 100 ટકા પરિણામ

જલાલપોરતાલુકાના દાંડીરોડ ઉપર આવેલી પેથાણ-કોથમડી હાઇસ્કૂલનું ધોરણ-12 નું સામાન્ય પ્રવાહનું પરિણામ 80.70 ટકા જયારે ભારત વિધાલય કરાડીનું 33.33 ટકા પરિણામ આવ્યું છે. પેથાણ-કોથમડી હાઇસ્કૂલમાં પિંકલબેન રાઠોડે 84.40 ટકા માર્કસ સાથે શાળામાં પ્રથમ ક્રમ જયારે ભારત વિદ્યાલય કરાડીમાં શિવાની પટેલે 71.42 ટકા માર્કસ સાથે શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

અંગે મળતી વિગતો અનુસાર માર્ચ 2015 માં લેવાયેલી એચ.એસ.સી.બોર્ડની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પેથાણ-કોથમડી હાઇસ્કૂલના કુલ 57 વિધાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા.તેમાંથી 46 વિધાર્થીઓ પાસ થયા અને 11 વિધાર્થીઓ નાપાસ થતાં શાળાનું પરિણામ 80.70 ટકા આવ્યું છે. શાળાની વિધાર્થીની પિંકલબેન બિપિનભાઇ રાઠોડે કુલ 750 માંથી 633 ગુણ મેળવી 84.40 ટકા માર્કસ સાથે પાસ થતા તે શાળામાં પ્રથમ ક્રમે આવી હતી.

જયારે કરાડી ખાતેની ભારત વિધાલય કરાડી હાઇસ્કૂલના કૃલ 39 વિધાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા,જેમાંથી 13 વિધાર્થીઓ પાસ થયા અને 26 વિધાર્થીઓ નાપાસ થતાં શાળાનું પરિણામ 33.33 ટકા આવ્યું છે.શાળાની વિધાર્થીની શિવાની વસંતભાઇ પટેલે કુલ 700 ગુણમાંથી 500 ગુણ પ્રાપ્ત કરી 71.42 ટકા માર્કસ મેળવી શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

દાંડી રોડ: આદર્શ કેળવણી મંડળ, અંચેલી, તા.ગણદેવી સંચાલિત ઉચ્ચતર માધ્યમિક વિભાગ (સામાન્ય પ્રવાહ)નું માર્ચ 2015માં લેવાયેલ બોર્ડની પરીક્ષાનું પરિણામ 100 ટકા આવ્યું છે. સંચાલક મંડળ આચર્ય તથા શિક્ષક ભાઈ-બહેનો અને પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.