તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15 વર્ષથી બંધ સ્ટ્રીટલાઈટ શરૂ થતાં લોકોમાં આનંદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગડત |ગણદેવીનગરના સુંદરવાડી વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી બંધ પડેલી સ્ટ્રીટલાઈટ ગણદેવી નગરપાલિકા દ્વારા ફરીથી હાલમાં ચાલુ કરાતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ગણેશોત્સવના સમયે સ્ટ્રીટલાઈટ ચાલુ થતા ગણેશોત્સવની ઉજવણીમાં યુવાનોનો ઉત્સાહમાં વધારો થયો છે. ગણદેવી પાલિકાના પ્રમુખ આશાબેન ટેલરે પ્રમુખનો ચાર્જ સંભાળ્યા પછી પ્રથમ સપ્તાહમાં સુંદરવાડીની સ્થળ ઉપર આવી મુલાકાત લેતા લોકોએ સ્ટ્રીટલાઈટનો પ્રશ્ન રજૂ કરતા સ્ટ્રીટલાઈટનો પ્રમુખ આશાબેન ટેલરે જૂની સ્ટ્રીટલાઈટ અને બીજી વધારાની સ્ટ્રીટલાઈટ મંજૂર કરી સુંદરવાડીમાં સ્ટ્રીટલાઈટ ચાલુ કરવાનો હુકમ કરતા 5મી સપ્ટેમ્બર સ્ટ્રીટલાઈટ ચાલુ કરવામાં આવતા સ્થાનિક લોકોએ પ્રમુખ આશાબેન ટેલર, ઉપપ્રમુખ ગોપાળભાઈ ગોહિલ અને કોર્પોરેટરોનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો