તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના ચાર શિક્ષકોે સન્માનિત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી |5મી સપ્ટેમ્બર શિક્ષક દિવસે ગાંધીનગર ખાતે રાજયપાલ ઓ.પી.કોહલીના હસ્તે જિલ્લાના ઉચ્ચત્તર માધ્યમિક, પ્રાથમિક શાળાના ચાર શિક્ષકોનું પુરસ્કાર સાથે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. રાજય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર સમારોહમાં રાજયપાલ સહિત મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિધાનસભાના અધ્યક્ષ, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અન્ય મંત્રીઓએ 42 શિક્ષકોને પ્રત્યેકને રૂ.51 હજાર, શાલ-તામ્રપત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા. સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત શેઠ પુ.હ. વિધાલય નવસારીના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના અંગ્રેજી શિક્ષિકા પ્રીતિદેવી શર્મા, બી.એલ.પટેલ સાર્વજનિક વિધામંદિર રાનકુવા તા.ચીખલીના શિક્ષક સંજયકુમાર પરમાર, ચીખલી તાલુકાની ખાંભડા પ્રાથમિક શાળાના શિક્ષક પટેલ નિલેશકુમાર અને ગણદેવી તાલુકાના બીગરી સી.આર.સી રાજેશ્રી ટંડેલનું રાજયપાલના હસ્તે, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં સન્માન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો