તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Gandevi
 • બ્રહ્મ સમાજ દ્વારા આપના મહિલા કાર્યકર સામે કાર્યવાહી કરવા માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રહ્મ સમાજ દ્વારા આપના મહિલા કાર્યકર સામે કાર્યવાહી કરવા માંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગીરસોમનાથ જિલ્લાના આપ પાર્ટીના મહિલા પ્રમુખ સંગીતાબેન ચાંડપ્પા દ્વારા બ્રહ્મ સમાજની લાગણી દુભાય તેવું ભાષણ કરતા તેને વિરોધમાં યોગ્ય કાર્યવાહીની માગ સાથે નવસારી જિલ્લા કલેકટરને જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારોએ આવેદનપત્ર પાઠવ્યું છે.

વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના ગુજરાત રાજ્યના પ્રમુખ સુરેશ પાંડે તથા નવસારી જિલ્લા બ્રહ્મ સમાજના હોદ્દેદારોએ જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભારતવર્ષમાં દરેક સમાજ પોતાના રીતિરિવાજ પ્રમાણે સમાજ સેવા કરતો આવ્યો છે. બ્રહ્મ સમાજ ભારતીય સંસ્કૃતિનું જતન કરવા દરેક સમાજ સાથે હળીમળીને રહેતો આવ્યો છે. આપ પાર્ટીની ગીર સોમનાથના મહિલા પ્રમુખે બ્રહ્મ સમાજની લાગણી દુભાય તેવી અભદ્ર ભાષા બોલી હતી, જેથી બ્રહ્મ સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. સમાજ દ્વારા તેમના અપશબ્દો, અભદ્ર ભાષાનો સખત વિરોધ છે. સંગીતાબેન ચાંડપ્પા વિરૂદ્ધ ધાર્મિક લાગણી દુભાવવા અંગેની ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવે તેવી સમાજની માગ છે. પ્રસંગે સુરેશભાઈ પાંડે સહિત ધનંજય ભટ્ટ, જયંતિભાઈ પુરોહિત, કરસનભાઈ પુરોહિત સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગણદેવીમાં પણ મામલતદારને આવેદનપત્ર

ગણદેવીમાંપણ બ્રહ્મ સમાજના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી ગણદેવીના ઈનચાર્જ મામલતદાર જગુભાઈ પટેલને આપ પાર્ટીના સંગીતાબેન ચાંડપ્પા વિરૂદ્ધ બ્રહ્મ સમાજની લાગણીને ઠેસ પહોંચાડવા બદલ કાર્યવાહી કરવાની માગ કરી છે.

ગણદેવીમાં મામલતદારને આવેદન આપતા બ્રહ્મ સમાજના અગ્રણીઓ.

આપના કાર્યકરે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો