તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીલીમોરામાં સતત ત્રીજા દિવસે મેઘમહેર, દોઢ ઇંચ વરસાદ પડ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીલીમોરાપંથકમાં સતત ત્રીજા દિવસે રાત્રિ દરમિયાન મેઘ મહેર જારી રહી હતી. જેમાં છેલ્લા 24 કલાકમાં 46 મિ.મિ. વરસાદ એટલે કે દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેની સાથે મોસમનો કુલ વરસાદ ગણદેવી તાલુકાનો 48 ઈંચ નોંધાયો છે.

બીલીમોરા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ રાત્રિ દરમિયાન સતત તેની હાજરી કરાવી રહ્યો છે.આજે પણ સવાર સુધી વરસાદના ઝાપટાના કારણે બીલીમોરામાં અમુક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા. જેમાં એમ.જી.રોડ, વુડ પોલીમર પાસે પાણીનો નિકાલ નહીં થવાથી રસ્તા ઉપર પાણી ભરાયું હતું.

ગણદેવી રોડ ઉપર આવેલ ઝવેર જીવણ હાઈસ્કૂલના કંપાઉન્ડ પાસે વરસાદી ગટરમાં પાણીના નિકાલ નહીં થવાથી રસ્તા ઉપર પાણી ભરાતા વિદ્યાર્થીઓએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

રેલવે અંડરગ્રાઉન્ડ પાસિંગમાં પણ પાણીનો ભરાવો થતા વાહનવ્યવહાર પ્રભાવિત થઈ ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. છેલ્લા 24 કલાકમાં 46 મિ.મિ. એટલે કે દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો તેમજ સાથે મોસમનો કુલ 1212 મિ.મિ. વરસાદ એટલે કે 48 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

બીલીમોરામાં વરસાદ પડતા ભરાયેલા પાણી. તસવીર-પ્રબોધભીડે

ગટરના પાણી રસ્તા પર ફરી વળતા લોકોને મુશ્કેલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો