24 કલાકમાં વાંસદામાં.....

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
24 કલાકમાં વાંસદામાં.....

ગણદેવીતાલુકામાં પણ દેમાર વરસાદ પડ્યો હતો. અહીં 24 કલાકમાં 5 ઈંચ પાણી પડતા ગણદેવીના વેંગણીયા નદીના બંધારા પરથી પાણી ફરી વળ્યા હતા. જેને લઈને વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. ગણદેવી તાલુકામાં બીલીમોરામાં પણ 24 કલાકમાં 117 મિ.મિ. (પાંચ ઈંચ નજીક) વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે બીલીમોરા નજીકના કેટલાક ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

નવસારી અને જલાલપોર તાલુકામાં પણ 24 કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. જેને લઈને માર્ગો-રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા હતા. ગુરૂવારે આખો દિવસ જનજીવન અસરગ્રસ્ત થયું હતું. ભારે વરસાદથી નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓની સપાટીમાં વધારો થયો હતો. બપોર બાદ 4 કલાકે પૂર્ણાની સપાટી 16 ફૂટ, અંબિકાની 4.730 મીટર અને કાવેરીની ચીખલી નજીક 11 ફૂટ નોંધાઈ હતી. તમામ નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી હતી.

નવસારીમાં.....

અવારનવારપાણી ભરાતા લોકોમાં નારાજગી જોવા મળે છે. સ્થાનિક તથા ઉપરવાસ ડાંગમાં સારા વરસાદને કારણે પૂર્ણાની સપાટી 5 વાગ્યે 16 ફૂટ (સામાન્ય 10 ફૂટ) ઉપર પહોંચી ગઈ હતી.

વિજલપોરમાં સાડા ચાર ઈંચ વર્ષા

વિજલપોર શહેરમાં 24 કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. સારા વરસાદને કારણે પશ્ચિમે ફાટક સામેના હળપતિવાસ તથા પૂર્વ વિસ્તારમાં પણ કેટલાક રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા હતા. ગુરૂવારે દિવસ દરમિયાન સતત વરસાદ વરસતા જનજીવન અસરગ્રસ્ત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...