નવસારીમાં ડાયાબિટીસ પરિક્ષણ કેમ્પ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકાર માન્ય આયુષ મીનીષ્ટ્રી ભારતીય યોગા એસોસીએશન અને હેલ્થ સેન્ટર નવસારીનાં સંયુક્ત ઉપક્રમે ડાયાબીટીઝ રોગને નિયંત્રણમાં લેવા માટેનું અભિયાનનાં ભાગરૂપે આજે ડાયાબીટીઝ પરિક્ષણ અંગેનો એક કેમ્પ સ્થાનકવાસી જૈન સંઘ વાડી સાંઢકુવા નવસારીમાં યોજાયો હતો.કેમ્પમાં ગણદેવીનાં ધારાસભ્ય મંગુભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહયા હતા.

કેન્દ્ર સરકારે માન્યતા પ્રાપ્ત SRLનાં સુદામભાઇ જે પટેલ તથા હેલ્થ સેન્ટરનાં યોગશિક્ષિકા સારંગા ગોગાઇને ભારત ભરમાં ડાયાબીટીઝ સરવે માટે નિયુક્ત કર્યા છે.યોગ કરનાર અને યોગ કરનાર વ્યક્તિઓને ફરીથી 3 માસમાં ડાયાબીટીઝ ચેક કરી સર્વે દ્વારા યોગ તરફ વાળવાનો પ્રયાસ છે.આજે યોજાયેલ કેમ્પમાં 500 કરતાં વધુ શહેરીજનોએ ડાયાબીટીઝ ચેકઅપ કરાવ્યું હતું.કેમ્પમાં સુદામ પટેલ, મેહુલભાઇ મહેતા,ભીખુભાઇ પટેલનો સહકાર પ્રાપ્ત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...