તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણનો દર વધ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજીલ્લા તેમજ ડાંગ જીલ્લાના સરહદી ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતરિત ળાંતરીત થઇ નવસારી શહેરમાં વસવાટ કરતા આદિજાતી કુંકણા (કુનબી) સમાજનો 17 મો સ્નેવહ મિલન વાર્ષિક સમારોહ કાલીયાવાડી ખાતે આવેલી સુખી ભવન ખાતે ગણદેવીનાં ધારાસભ્ય મંગળભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ધારાસભ્ય, તેમજ ઉપસ્થિત સમાજના અગ્રણીઓએ આદિજાતિ કુંકણા સમાજનાં સીનીયર કે.જીથી ગ્રેજ્યુએટ સુધીના પ્રથમ આવેલા બાળકોને અભિવાદન કરી બિરદાવ્યા હતા.

અવસરે ગણદેવીના ધારાસભ્ય મંગળભાઇ પટેલે જણાવ્યું કે પહેલા રાજ્યોમાં આદિજાતિ વિસ્તારનાં 28 ટકા શિક્ષણ હતું પરંતુ હાલમાં શિક્ષણનો દર વધીને 68 ટકા જેટલા યુવક યુવતિની શિક્ષણ મેળવી રહ્યા છે.સરકાર દ્વારા આદિજાતિ 200 જેટલા વિધાર્થીનીને વિદેશમાં ડોકટર કે એન્જી નીયર બનાવવા મોકલ્યા છે.17 જેટલા બાળકો પાયલોટની તાલીમ લઇ રહ્યા છે.વધુમાં મંગળભાઇ પટેલે જણાવ્યું હતુ કે સમાજમાં બંદીઓ સાથે વ્ય સનોનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. તેમણે સમાજના મોભીઓને આવા દુષણોને નાથવા કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. પ્રસંગે બીલીમોરા કુકુણા સમાજના પ્રમુખ શંકરભાઇ, ચીખલીના પ્રમુખ બાબુભાઇ, વાંસદાના પ્રમુખ બાબુભાઇ,વલસાડના પ્રમુખ નાનુભાઇ, સુરત સમાજના પ્રમુખ કુંકણા સમાજને એક થઇ કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.પ્રારંભમાં નવસારી શહેરના પ્રમુખ ઇશ્વ રભાઇએ ઉપસ્થિત મહાનુભવોનું સ્વાાગત પ્રવચન કરી આવકાર્યા હતા.

નવસારી ખાતે કુકણા સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો

અન્ય સમાચારો પણ છે...