તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંભેટાની આશ્રમશાળામાં ધોરણ 10ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાનજીકના અંભેટા ગામે ઉત્તર બુનીયાદી આશ્રમ શાળામાં ધો.10માં અભ્યાસ કરતી પાટી ગામની 15 વર્ષની વિદ્યાર્થીનીએ છાત્રાલયનાં રૂમમાં મોભના લાકડા સાથે દુપટ્ટો બાંધી આત્મ હત્યા કરી લેતા ચકચાર મચવા પામી છે.બીલીમોરા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુન્હો નોંધી આત્મહત્યાનું કારણ શોધવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીલીમોરા પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર બીલીમોરા નજીક આવેલ ઉત્તર બુનીયાદી આશ્રમ શાળામાં ગરીબ આદિવાસી વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ત્યાં રહી અભ્યાસ કરે છે.આ આશ્રમ શાળામાં હાલ ધો.9 અને ધો.10નાં વર્ગો ચાલી રહી છે.પાંચ દિવસ પહેલા હાલ નવા સત્રનો પ્રારંભ થયો છે.જેમાં 80થી 85 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.આ આશ્રમ શાળાના રૂમમાં પાટીગામ,નીશાળ ફળિયા તા.ગણદેવીની વિદ્યાર્થીની અમીતા છનુભાઇ પટેલ (ઉ.વ.15) ધોરણ 9 પાસ કરી ધો.10માં અભ્યાસ અર્થે આવી હતી.તેણીએ આશ્રમ શાળાના રૂમમાં મોભ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લઇ મોત વ્હાલુ કરી લેતા હડકંપ મચી જવા પામ્યો છે.બનાવ અંગે શાળાના આચાર્ય મેઘરાજભાઇએ...અનુ. પાના નં. 2

પ્રવેશોત્સવમાં અમિચા ઉદઘોષક બની હતી

હજીશાળાના નવા સત્રનો આરંભને પાંચ દિવસ વિત્યા છે.શાળા પ્રવેશ ઉત્સવમાં આત્મ હત્યા કરનાર અમીતાએ કાર્યક્રમનું સંચાલન ઉદઘોષક તરીકે સુંદર રીતે પોતાની ફરજ બજાવી હતી.તેવું પણ જાણવા મળે છે.પછી શા માટે અને કયા કારણસર તેણે આવું અવીચારી પગલું ભરી મોત વ્હાલુ કર્યુ હશે તેનું પગેરૂ શોધવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

સાંજ ેજમીને છુટા પડીને શાળાના રૂમમાં ગયા બાદ અમિતાએ પગલું ભર્યું

અન્ય સમાચારો પણ છે...