અજરાઈ ખેતી વિકાસ સહકારી મંડળની વાર્ષિક સભા સંપન્ન
અજરાઈખેતી વિકાસ સેવા સહકારી મંડળીની 58મી વાર્ષિક સભા અજરાઈ મંડળીના પ્રમુખ શિરીષભાઈ વશીની અધ્યક્ષતામાં મંડળી પરિસરમાં યોજાઈ હતી. સભાએ સર્વાનુમતે હેવાલો અને હિસાબોને મંજૂર કર્યા હતા.
માનદમંત્રી સંજય વશીએ હેવાલો અને હિસાબો રજૂ કરતા જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન 76118 મણ ચીકુ અને 22472 મણ કેરી મંડળીમાંથી કામકાજ થાય હતા. રૂ. 4,80,750નો વેપારી નફો થયો હતો. સભામાં પૂર્વ પ્રમુખે કરેલી કેટલીક ટીપ્પણી અને ટીકાએ ચર્ચા જગાવી હતી. મંડળીના 309 સભાસદો છે. મંડળીનો નફો વધી 70851 રહ્યો હતો. ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ મહેતાએ પણ સભામાં પ્રાસંગિક વાતો કરી હતી.
2017-18થી પાંચ વર્ષ માટે સમિતિની ચૂંટણીમાં બિનહરીફ અજરાઈ બેઠક પરથી નરેન્દ્ર મહેતા અને ગિરીશચંદ્ર મહેતા, હાથીયાવાડી બેઠક પરથી હસમુખ પટેલ અને પ્રવિણભાઈ પટેલ, સામરાવાડી પરથી રમેશચંદ્ર નાયક અને ભીખુભાઈ નાયક, ગણદેવી વિભાગમાંથી બેંકના ડિરેકટર કેયુર વશી, દેસાડ-કલવાચ પરથી પ્રમુખ શિરીષચંદ્ર વશી અને મહિલા વિભાગમાં ગણદેવી પીપલ્સ બેંક ડિરેકટર જ્યોતિબેન દેસાઈ અને દિપ્તી મહેતાએ આજની સામાન્ય સભામાં ચાર્જ લીધો હતો. નવી બોર્ડની પ્રથમ બેઠક 30મી જૂને મળશે. જેમાં પાંચ વર્ષ માટે મંડળીના હોદ્દેદરોની વરણી કરાશે.
પ્રથમ બેઠક 30 જૂને, હોદ્દેદારોની વરણી થશે