નવસારીમાં વરસાદી ઝાપટા પડ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીપંથકમાં બપોર બાદ વરસાદી ઝાપટાંઓ પડતા રહ્યા હતા. સવારથી સંજ સુધીમાં 10 મિ.મિ. વરસાદ પડ્યો હતો.

નવસારીમાં ગઈકાલે સોમવારે વરસાદ પડ્યા બાદ રાત્રે નહીંવત યા છાંટણા પડ્યા હતા. આજે મંગળવારે પણ સવારથી બપોર સુધીમાં ખાસ વરસાદ પડ્યો હતો. જોકે બપોરે 12 વાગ્યા બાદ વરસાદી ઝાપટા શરૂ થયા હતા. મંગળવારે દિવસ દરમિયાન વાદળછાયુું વાતાવારણ રહ્યુ હતુ. ધીમી ગતિના ઝાપટા સાંજે 6 વાગ્યા સુધી જારી રહ્યા હતા.

નવસારી નજીકના જલાલપોર તાલુકામાં પણ દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડતા રહ્યા હતા. વરસાદને કારણે જનજીવન પણ અસરગ્રસ્ત થયું હતું. માર્ગો ઉપર રાબેતા મુજબ પાણી ભરાયા હતા. આજે મંગળવારે સવારથી સાંજે 6 વાગ્યા સુધીમાં નવસારીમાં 10 મિ.મિ. અને જલાલપોરમાં 12 મિ.મિ. વરસાદ નોંધાયો હતો. જિલ્લાના ગણદેવીમાં 4 મિ.મિ. અને ચીખલીમાં 6 મિ.મિ. પાણી દિવસે પડ્યું હતું.

નવસારીમાં વરસાદને કારણે તાપમાન અને ભેજમાં ફેરફાર થયો હતો. ભેજ સવારે 90 ટકા નોંધાયા બાદ બપોરે પણ 98 ટકા નોંધાયો હતો. તાપમાન સવારે 25 ડિગ્રી અને બપોરે 30.5 ડિગ્રી નોંધાયું હતું. દિવસ દરમિયાન પવન સરેરશ 10.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ-પશ્ચિમ દિશાનો ફૂંકાયો હતો.

છેલ્લાં કેટલાંક દિવસની ગેરહાજરી બાદ નવસારી વિસ્તારમાં વરસાદે પોતાની હાજરી પુન: પુરાવી છે. સાથે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવા સાથે 10 મિ.મિ. વરસાદ

અન્ય સમાચારો પણ છે...