તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલ્મીકિવાસ હટાવી માહ્યાવંશી મહોલ્લો નામ આપવા રજૂઆત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીજિલ્લાના 6 તાલુકાના 124 ગામોમાં માહ્યાવંશી જ્ઞાતિના મહોલ્લાના નામ આગળ વાલ્મિકીવાસ શબ્દપ્રયોગ કરાતા માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટના નેજા હેઠળ માહ્યાવંશી સમાજના અગ્રણીઓએ નવસારી જિલ્લા કલેકટરને મુખ્ય ચૂંટણી અધિકારી અને અગ્રસચિવ ગાંધીનગરને ઉલ્લેખી આવેદનપત્ર પાઠવ્યું છે અને વાલ્મિકીવાસ શબ્દપ્રયોગ સામે વાંધો ઉઠાવ્યો છે.

નવસારી જિલ્લાના 6 તાલુકાના 124 ગામોના લોકોએ માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટ દેવસર (ગણદેવી)ના નેજા હેઠળ પાઠવાયેલા આવેદનપત્રમાં માહ્યાવંશી જ્ઞાતિના મહોલ્લાના નામ આગળ વાલ્મિકીવાસ શબ્દપ્રયોગ સામે સખત વિરોધ નોંધાવ્યો છે. જિલ્લામાં 124 ગામોની યાદીમાં ગંભીર ક્ષતિ જોવા મળી છે. માહ્યાવંશી જ્ઞાતિના સરકારના રેકર્ડ મુજબ અનુ.જાતિની પેટાજ્ઞાતિ હિન્દુ માહ્યાવંશી તરાકી 21/10/1939થી સરકારી રેકર્ડ દફતરે ચાલી આવેલી છે. આઝાદીના 69 વર્ષ પછી ગત વર્ષ સુધી કેટલાક મહોલ્લાના નામો આગળ ગેરબંધારણીય હરિજનવાસ જેવો બની અધિકૃત અસંસદીય શખ્સ વપરાતો આવ્યો હતો.

કેટલાક જાગૃત ગામના લોકોએ તેમના મહોલ્લાના નામે સુધાર્યા હતા. છેલ્લી ચૂંટણી પંચની યાદી મુજબ અગાઉ માહ્યાવંશી જ્ઞાતિના મહોલ્લાના નામ આગળ હરિજનવાસ શબ્દપ્રયોગ થતો હતો તેની જગ્યાએ હવે વાલ્મિકીવાસ શબ્દનો પ્રયોગ કર્યો છે જે ગંભીર ક્ષતિ મનાશે. જેથી માહ્યાવંશી સમાજના માહ્યાવંશી કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ સુરતી સહિત અગ્રણીઓએ જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાને એક મુખ્ય ચૂંટણી અધિકારી અને અગ્રસચિવ ગાંધીનગર નામે આવેદનપત્ર પાઠવી આગામી 15મી સપ્ટેમ્બરથી 14 ઓકટોબર સુધીમાં ભારત સરકારના ચૂંટણી પંચની મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જયાં વાલ્મિકી શબ્દપ્રયોગ થયો છે ત્યાં માહ્યાવંશી મહોલ્લો શબ્દનો પ્રયોગ કરવા અનુરોધ કર્યો છે.

124 ગામોમાં સુધારો કરવા અંગે આવેદન અપાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો