તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરગામના ભંડારી ફળીયામાં દીપડાના આંટાફેરાથી ફફડાટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણદેવીતાલુકામાં આવેલા ખેરગામના ભંડારી ફળિયામાં બે બચ્ચાઓ સાથે દીપડાનો પરિવાર મહાલતા દેખાતા લોકોમાં ભય ફેલાયો છે. થોડા દિવસે રહેણાંક વિસ્તારની નજીક અને માર્ગ ઉપર ભય વિના ફરતા દીપડાની દહેશત દૂર કરવા વન વિભાગે મરઘાનું મારણ મુકી પાંજરા ગોઠવી દીપડા પકડવાની કવાયત હાથ ધરી છે.

ગણદેવી તાલુકામાં આવેલા ખેરગામમાં પોસ્ટઓફિસ નજીક ભંડારી ફળિયામાં બુધવારની રાત્રે કદાવર દીપડો તથા દીપડા બે બચ્ચા સાથે સાંજના સમયે વગડામાંથી આવી ચઢતા લોકોમાં ભય ફેલાયો હતો. બાબતે ગામના સરપંચ હેમંતભાઈ ભંડારીએ વન્ય અધિકારીઓને જાણ કરી હતી. ગણદેવીના એન.સી.લાડને ઘટના સંબંધે જાણકારી આપી હતી. વન્ય વિભાગે દીપડા-દીપડીની હાજરી અંગે તપાસ હાથ ધરતા વિભાગ ગુરૂવારે દીપડા-દીપડી અને બે બચ્ચાના પગલાંના નિશાન મળી આવ્યા હતા. ખેરગામના ભંડારી અને સીમ ફળિયામાં તેમજ ગણદેવી તાલુકાના ઘણાં ગામોમાં દીપડા દેખાવાના બનાવો સામાન્ય જેવા બની ગયા છે. વન વિભાગ દ્વારા દીપડાના આવનજાવનની જગ્યા ઉપરથી વન વિભાગે પગલાં શોધી તેના માર્ગ આડે પાંજરુ ગોઠવી દઈ દીપડાને પકડવાના પ્રયત્નો હાથ ધરાયા છે. જાન્યુઆરીથી અત્યારસુધીમાં સમગ્ર ગણદેવી તાલુકાના વિસ્તારમાં ધનોરી, દેસાડ અને નાંદરખા ગામે આઠ દીપડા પાંજરે પુરવામાં વન વિભાગ સફળ થયું હતું. ફ્રેન્ડઝ ઓફ એનિમલ વેલફેરના હિમલ મહેતા, વન વિભાગના પ્રવિણ પટેલ, ભાવિન પટેલ, નિકુંજ પટેલ તેમજ સરપંચ તથા ગ્રામજનોએ વરસતા વરસાદ વચ્ચે મરઘાનું મારણ મુકી પાંજરા ગોઠવ્યા હતા.

દીપડાના પગલા તથા તેને ઝબ્બે કરવા મુકાયેલું પાંજરુ.

દીપડાને પકડવા માટે મરઘીના મારણ સાથે પાંજરુ મુકાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો