તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રણ વર્ષ પહેલા થયેલી ઘરફોડ ચોરીને SOGએ ભેદ ઉકેલ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીસ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ત્રણ વર્ષ પહેલા અંચેલી ગામે રેલવે ફાટક પાસે આવેલા લક્ષ્મીનારાયણ મંદિર સામેની જનરલ સ્ટોરમાંથી રાત્રે થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે.

ગણદેવી તાલુકાના અંચેલી ગામમાં અંબાનગર ફળિયામાં રહેતા સતિષભાઈ હળપતિને એસઓજી પીઆઈ એ.યુ.રોઝ તથા તેમની ટીમે રૂ. 23050ની કિંમતની સોનાની ચેઈન સાથે શંકાના આધારે ઝડપી લીધો હતો. તેની પોલીસે પૂછતાછ કરતા તે ચેઈન ત્રણેક વર્ષ અગાઉ તેના ફળિયામાં રહેતા શુક્કર હળપતિ અને સાગર ઉર્ફે સાગુ નાયકા સાથે મળી અંચેલી ફાટક પાસે લક્ષ્મીનારાયણ મંદિર સામે જનરલ સ્ટોરમાંથી ચોરી કરી હતી. તેમણે સોનાની ચેઈન, રોકડ રૂ. 8 હજાર, વોડાફોન કંપનીની 20 કૂપનો, સિગારેટના પેકેટ નંગ 2 તથા પેટ્રોલની ચોરી કરી હતી. પ્રતિક તથા સાગરે રોકડા રૂ. 4-4 હજાર લીધા હતા. જ્યારે સતિષે પોતે ચેઈન રાખી હોવાની કબૂલાત કરી હતી. ઘટના અંગે ગણદેવી પોલીસ મથકમાં વર્ષ 2014માં ગુનો નોંધાયો હતો. સતિષ હળપતિએ ચોરીની કબૂલાત કરતા ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

અંચેલી ગામે જનરલ સ્ટોરમાં વર્ષ 2014માં ચોરી થઈ હતી

અન્ય સમાચારો પણ છે...