તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશભરની ક્રિકેટ પીચમાં નવસારીની માટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રિકેટનીદુનિયામાં પીચ (વિકેટ) મહત્ત્વનું પાસુ છે. પીચના આધારે ક્રિકેટરો પોતાની આગવી અદામાં રમત રમે છે અને પીચને પારખી જનારા ક્રિકેટરો વિશ્વ વિક્રમ કરવામાં મોખરે રહે છે. દેશમાં બનાવાયેલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવી અનેક ઉત્કૃષ્ટ રમત દાખવીને વિશ્વના ખેલાડીઓએ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આવા અનેક રેકોર્ડની દેશભરની પીચ સાક્ષી બની છે. તે પીચ નવસારી (અજરાઈ-પાથરી)ની માટીથી બનાવાયેલી છે. બાબત નવાઈ પમાડે તેવી છે પરંતુ તે હકીકત છે.

દેશમાં જાણીતા મુંબઈના વાનખેડે, દિલ્હીના ફિરોઝશા કોટલાથી લઈ ઘણાં મોટા મેદાનો પર બનાવાયેલી પીચ (વિકેટ)માં નવસારી (અજરાઈ-પાથરી)ની માટીનો ઉપયોગ થયો છે. ગણદેવી તાલુકાના અજરાઈ-પાથરી ગામના એક વિસ્તારમાં આવી પીચલાયક માટી આવેલી છે. જેને રેડ સોઈલ અથવા લાલ માટી તરીકે ઓળખવામાં આવે છે. માટી પીચ બનાવવા માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે અને તેની ગુણવત્તાના આધારે દેશભરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર બનાવાયેલી પીચ પર નવસારીની માટીનો ઉપયોગ કરાયો છે જે નવસારીવાસીઓ માટે ગૌરવપૂર્ણ બાબત બની રહી છે. હાલ લાલ માટીનો વિસ્તાર ખાનગી માલિકી હસ્તગત છે.

2

3

4

1

અજરાઇ-પાથરી ગામની માટીનો વપરાશ

દેશના તમામ મોટા ક્રિકેટ ગ્રાઉન્ડમાં નવસારીની માટી

અહીં નવસારીની માટીનો ઉપયોગ

નવસારી, વલસાડ, બરોડા સહિત ગ્રાઉન્ડ પર બનાવાયેલી પીચમાં નવસારીની અજરાઈ-પાથરીની લાલમાટીનો ઉપયોગ કરાયો છે.

} મુંબઈ

વાનખેડે સ્ટેડિયમ

} દિલ્હી

ફિરોઝશા કોટલા

} વડોદરા ક્રિકેટ એસો.ના તમામ ગ્રાઉન્ડ

મેચની જરૂરિયાતના આધારે પાણીનો છંટકાવ કરી સવાર તથા સાંજના નિર્ધારિત સમયે રોલિંગ કરાય છે. પાણીમાં ક્ષાર હોય તેવું પાણી પીચ પર છંટકાવ કરાય છે. ઉપરાંત માટીના સ્તરમાં બરમુડા ઘાસ રોપી દેવાય છે, જે પીચ માટીને જકડી રાખે છે. પીચ પર રોલિંગ સવારે 10થી 11 અને સાંજે 4થી 6 કલાક દરમિયાન કરવામાં આવે છે. રોલિંગ બાદ ભેજ જમીનમાંથી ઉપર આવતા તે પીચને મજબૂત બનાવામાં મદદરૂપ થાય છે.

3 ઈંચનુંમાટીનું લેયર સૌથી ઉપર બનાવાય છે.

2 ઈંચનુંઝીણી રેતીનું લેયર પાથરાય છે.

4 ઈંચજેટલા રેતીના કાંકરા (ગ્રાવલ) નાંખી

9 ઈંચજેટલું ખોદકામ થાય છે.

રેડ સોઇલ તરીકે વિખ્યાત માટી કણો એકબીજાથી ખુબ નજીક હોવાને કારણે ક્રિકેટ પીચ મજબૂત બને છે

લાલ માટીથી પીચનું બાઈન્ડિંગ મજબૂત બને છે

^લાલ માટીમાં ચીકાશ હોવાથી રમત દરમિયાન તેમાંથી ધુળ ઉડતી નથી. પીળી માટી સાથે લાલ માટીનો ઉપયોગ કરી પીચ બનાવાય છે. જેનાથી પીચનું બાઈન્ડિંગ ઘણુ મજબૂત બને છે. યોગ્ય માવજત આપીને લાલમાટીનો મહત્તમ ઉપયોગ કરી પીચ બનાવાય છે. નવસારી સહિત બીસીએસંલગ્ન ગ્રાઉન્ડ પર તમામ પીચ બનાવવા લાલ માટીનો ઉપયોગ કરાયો છે. દેશમાં મહત્ત્વના ગ્રાઉન્ડ ઉપર બનાવાયેલી પીચમાં પણ નવસારીની લાલ માટીનો ઉપયોગ થયો છે. > પ્રવિણભાઈપટેલ, બીલીમોરા,પીચ ક્યુરેટર, બરોડા ક્રિકેટ એસો.

માટીના કણ નજીક હોવાથી તે ઘટ્ટ રહે છે

^આલાલ માટીના કણ એકબીજાને ખુબ નજીક હોવાથી તે ઘટ્ટ બની રહે છે. તેથી તેનામાં થોડી ચીકાશ રહે છે. જેથી તે વહેલી વિખેરાતી નથી. મહત્ત્વપૂર્ણ ગુણધર્મ છે. > ડો.સી.કે. ટીમ્બડીયા, કો.ઓર્ડિનેટર,કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી

પાથરીની માટી કાચા સોના તરીકે જાણીતી છે

^ક્રિકેટની પીચ બનાવવા વપરાતી લાલ માટીન ખનીજની દૃષ્ટિએ પણ કાચા સોના તરીકે જાણીતી છે. રાજ્યના ખનીજ વિભાગે પણ પાથરી ગામની લાલમાટીની નોંધ લીધી છે. > ચીવનભાઈપટેલ, ગણદેવીતાલુકા પંચાયત સભ્ય (પાથરી)

} સુરત

લાલભાઈ સ્ટેડિયમ

} અમદાવાદ

સરદાર પટેલ સ્ટેડિયમ

પીચ કેવી રીતે બનાવાય છે

મુંબઈના વાનખેડે, દિલ્હીના ફિરોઝશા કોટલાથી લઈ ઘણાં મોટા મેદાનો પર બનાવાયેલી વિકેટ પરની માટી નવસારી છે

માટીની મહેંક | ક્રિકેટ ગ્રાઉન્ડ પર બનાવાતી પીચમાં નવસારીની લાલમાટીનો ખાસ ઉપયોગ થાય છે

માટીની પસંદગી માજી રણજી ક્રિકેટર નારાયણ સાઠમે કરી હતી

અગાઉ30 વર્ષ પહેલા નવસારીના ગણદેવી ખાતે કોઈક કાર્યક્રમમાં 75 જેટલી ક્રિકેટ મેચ રમી ચૂકેલા અને ખૂબ જાણીતા બનેલા માજી રણજી ક્રિકેટર અને પીચ ક્યુરેટર એવા નારાયણ સાઠમ આવ્યા હતા. લાલ માટી અંગે કોઈકે તેમનું ધ્યાન દોર્યું હતું અને તેઓ કેટલોક જથ્થો લઈ ગયા હતા. ત્યારથી માટી વપરાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો