તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લગ્ન પ્રસંગ માટે વતનમાં આવેલા NRI પરિવારો નોટબંધીથી પરેશાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવેમ્બરઅને ડિસેમ્બર આવે એટલે ગણદેવી તાલુકાના વિદેશમાં રહેતા લોકો લગ્ન સિઝન માટે વતન આવી જતા હોય છે. અઢળક ખર્ચ કરીને તેઓ લગ્ન કરતા હોય છે, પરંતુ વખતે તેમને નોટબંધી નડી રહી છે, તેને કારણે કેટલાક એનઆરઆઇ પરેશાની ભોગવી રહ્યા છે.

નવેમ્બર ડિસેમ્બરની સિઝન એનઆરઆઇઓ માટેની વતન આવવાની સિઝન હોય છે. ખાસ કરીને વિદેશમાં વસનારાઓ યુવાનો- યુવતીઓ સિઝનમાં વતન આવીને લગ્ન કરતા હોય છે. સંતાનોના લગ્ન માટે વતન આવેલા એનઆરઆઇ પરિવારો અહીં નોટબંધીની પરેશાની વેઠી રહ્યા છે. હાથમાં પૈસા હોવા છતાં તેઓ બેન્કો બહાર લાગતી લાઇનથી પરેશાની ભોગવી રહ્યા છે. ઉપરાંત બેન્કમાં લાઇનમાં ઊભા રહેવાથી પણ સીમીત રોકડ મળે છે, તેટલી લગ્ન માટે પૂરતી નથી. સરકારે લગ્ન માટે અઢી લાખ આપવાનો નિયમ કર્યો છે, પરંતુ માટેની માથાઝીંકમાં વિદેશથી આવનારાઓ પડે એમ નથી અને અઢી લાખમાં લગ્નનો ભપકો પાર પડે એમ નથી.

ગણદેવી તાલુકામાં પણ કેટલાય એનઆરઆઇ યુવકો- યુવતીઓ લગ્ન માટે આવ્યા છે. વિદેશમાં રહેનારાઓના લગ્નમાં અગાઉ જે ઝાકમઝાળ જોવા મળતી હતી, તે હવે જોવા મળતી નથી. અગાઉ કરતાં થોડીક સાદાઇ નજરે પડી રહી છે. હા, પરંપરાગત વિધિઓ તો થાય જે છે, પણ તે સિવાય આમંત્રીતોની સંખ્યામાં કાપ મૂકાઇ રહ્યો છે.

ત્યારે દર વર્ષ ગણદેવી સહિત સમગ્ર નવાસારી જિલ્લામાં લગ્ન પ્રસંગે માટે પધારતા એનઆરઆઇ નોટબંધીને કારણે છતે પૈસે નાણાભીડ અનુભવી રહ્યાં છે. જેને કારણે વર્ષે તેમના રંગમાં ભંગ પડ્યો હોય તેવી લાગણી તેઓમાં ઉઠવા પામી છે.

નોટબંધીને કારણે ગણદેવી સહિત સમગ્ર જિલ્લામાં NRI મુશ્કેલીમાં

લગ્નમાં મોટા ખર્ચાઓ કરવા માટે પંકાયેલા NRI હાલ નાણાભીડમાં

અન્ય સમાચારો પણ છે...