• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Gandevi
  • NRI દીકરીએ ચાંલ્લા, કન્યાદાનની રકમ રકતપિતના દર્દીઓને માટે આપી

NRI દીકરીએ ચાંલ્લા, કન્યાદાનની રકમ રકતપિતના દર્દીઓને માટે આપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી, વલસાડ, ડાંગ જિલ્લા ક્ષય અને રકતપિત્ત નિવારણ મંડળ દ્વારા ગણદેવી બ્લોક હેલ્થ ઓફિસ ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર, ગણદેવી લાયન્સ કલબના સહયોગ વડે ગણદેવી બ્લોક હેલ્થ કચેરી ખાતે રકતપિતના દર્દીઓને અનાજ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુએસએ સ્થિત એનઆરઆઇ દીકરી પુજાએ લગ્ન પ્રસંગે આવેલા ચાલ્લા અને કન્યાદાનની રકમમાં અન્ય રકમ ઉમેરી રૂ. 1.51 લાખ રકતપિતના દર્દીઓ માટે આપી, સેવા ભાવના કેળવીને, વતનનું ઋણ અદા કર્યું છે.

નવસારી, વલસાડ, ડાંગ જિલ્લા ક્ષય અને રકતપિત નિવારણ મંડળ દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સમારોહ યોજીને રોગમુકત થયેલ દર્દીઓને પૌષ્‍ટિક અનાજની 400 કિટસનું વિતરણ વિનામુલ્‍યે કરે છે. અત્યાર સુધી રૂ. 80 હજાર ઉપરાંતના ખર્ચે અનાજ કિટસનું વિતરણ થયું છે. આ કામગીરીથી પ્રેરાયને આ સેવા કાર્યમાં એનઆરઆઇ જૈન દીકરી જોડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...