• Gujarati News
  • બીલીમોરામાં ભીડને કારણે ભાવિ ઈજનેરો તાપમાં શેકાયા

બીલીમોરામાં ભીડને કારણે ભાવિ ઈજનેરો તાપમાં શેકાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત રાજય ઉરચત્તર માઘ્યમિક બોર્ડ તેમજ સીબીએસઈ બોર્ડના વિજ્ઞાનપ્રવાહના જાહેર થયેલા પરિણામો સાથે વાલી વિધાર્થીઓ નિર્ધારિત સમયમર્યાદામાં પ્રવેશ મેળવવાના કાર્યમાં જોતરાઈ ગયા હતા. બીલીમોરા પંજાબ નેશનલ બેંકમાં વિવિધ ઈજનેરી શાખામાં પ્રવેશોત્સુકોએ પ્રોસ્પેકટ (ફોર્મ) અને પીન નંબરો મેળવવા ભારે ભીડને પગલે ભાવિ ઈજનેરોએ બળબળતા તાપમાં શેકાવાનો વારો આવ્યો હતો.
બીલીમોરા પંજાબ નેશનલ બેંક ગૌહરબાગ શાખામાં વિવિધ ઈજનેરી શાખા ડિગ્રી કોર્સ પ્રવેશ માટેના પ્રોસ્પેકટ અને પીન (ઓનલાઈન ફોર્મ ભરવા) નંબરોનું વિતરણ શુક્રવારે શરૂ થતા વેંત ગણદેવી, ચીખલી, ખેરગામ તાલુકા તેમજ વાંસદા, આહવા, ડાંગ અને કાંઠા વિસ્તારના હજારો ગામોમાંથી પ્રવેશોત્સુકોએ વહેલી સવારથી લાઈન લગાવી હતી. બેંક શરૂ થયેથી ૧૧ને ટકોરે બેંક મેનેજર દેવેન્દ્ર બજાજે અલાયદુ કાઉન્ટર શરૂ કરાવ્યું હતું તેમ છતાં વાલી વિધાર્થીઓની ભીડને પગલે ભાવિ ઈજનેરોએ તાપમાં શેકાવાની નોબત આવી હતી. બેંકના સમયગાળા દરમિયાન ૭૫૦ ફોર્મ-પીન નંબરોનું વિતરણ કરાયું હતું.
વાલી વિધાર્થીઓની ભારે ભીડ.