તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં આજથી આદિવાસી વિકાસ ગૌરવયાત્રાનો પ્રારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લામાં આજે 13થી 15 જૂન દરમિયાન નવસારી જિલ્લામાં આદિવાસી વિકાસ ગૌરવયાત્રાનો પ્રારંભ થશે. ગૌરવયાત્રા દરમિયાન વનબંધુ કલ્યાણ યોજનાઓની જાણકારી આપવામાં આવશે.

175- વિધાનસભા મતવિસ્તારમાં આજે 13મીએ સવારે 10 કલાકે ગણદેવી તાલુકાના અજરાઇ ગામેથી આદિવાસી વિકાસ ગૌરવયાત્રાનો પ્રારંભ થશે. યાત્રા પાથરી, ધનોરી, ખાપરીયા અને ગણદેવા ગામોને આવરી લેશે. 14મીએ સરપોર, નવાતળાવ, પારડી, ડભલાઇ, સાતેમ અને 15મીએ ખડસુપા, કછોલ, નવાગામ, અડદા અને વાડા ગામને આવરી લેવાશે.

176- વિધાનસભા મત વિસ્તારમાં 13મીએ સવારે 10 વાગે રહેજ ગામેથી પ્રારંભ થશે ત્યારબાદ વડસાંગળ, ખેરગામ, દુવાડા અને દેસાડ ગામમાં આદિવાસી વિકાસ ગૌરવયાત્રા ફરશે. યાત્રા 14મીએ આલીપોર, ચાસા, ટાંકલ, વંકાલ, ઘેજ ગામને આવરી લેશે. 15મીએ ખેરગામ, નાંધઇ ભૈરવી, આછવણી, વાડ અને રૂઝવણી ગામોમાં ફરશે.

177-વિધાનસભા મત વિસ્તારમાં આદિવાસી વિકાસ ગૌરવયાત્રાનો પ્રારંભ ભીનાર (ચાર રસ્તા) ખાતે સવારે 10 વાગે થશે ત્યારબાદ મહુવાસ, ખાંભલા, વાંગણ 14મીએ ખાટાંઆંબા, કાવડેજ, લીમઝર, કંડોલપાડા, વાંદરવેલા અને 15મીએ રાનકુવા, સાદડવેલ, રૂમલા, પાણીખડક અને માંડવખડક ગામે આદિવાસી વિકાસ ગૌરવયાત્રા ફરશે, એમ વાંસદા પ્રાયોજના વહીવટદાર દ્વારા જણાવાયું છે.

ગણદેવી તાલુકાના અજરાઇ ગામેથી યાત્રાનો પ્રારંભ થશે

અન્ય સમાચારો પણ છે...