જિલ્લામાં વરસાદની માત્રામાં વધઘટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એકજિલ્લામાં વરસાદ પડવામાં ભારે વધઘટ જોવા મળે છે. જ્યાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં 48 ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે ત્યાં નવસારી તાલુકામાં હજુ 28 ઈંચ વરસાદ નોંધાયો છે.

અન્ય જિલ્લાની સરખામણીએ નવસારી જિલ્લો ભૌગોલિક રીતે પ્રમાણમાં નાનો છે. નાનો જિલ્લો હોવા છતાં તેના તાલુકાઓમાં પડેલા વરસાદની માત્રામાં ખાસ્સી વધઘટ જોવા મળે છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં હાલ સુધીમાં 48 ઈંચ જેટલો વરસાદ ઝીંકાય ચૂક્યો છે. જેની સરખામણીએ નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં હાલ સુધીમાં 28 ઈંચ વરસાદ પડ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો 42 ટકા વરસાદ ચીખલીની સરખામણીએ નવસારીમાં ઓછો પડ્યો છે. અન્ય તાલુકાનો મોસમનો વરસાદ જોતા ખેરગામમાં 43 ઈંચ, જલાલપોરમાં 29 ઈંચથી વધુ, ગણદેવીમાં 35 ઈંચ અને વાંસદામાં 37 ઈંચથી વધુ નોંધાયો છે.

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના ઉત્તર, સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યાં નવસારી જિલ્લામાં સાધારણ વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવસારી અને જલાલપોરમાં ત્રણ ત્રણ મિ.મિ., ગણદેવીમાં 1 મિ.મિ., ચીખલી અને વાંસદામાં 6-6 મિ.મિ. અને ખેરગામમાં 7 મિ.મિ. પડ્યો હતો.બુધવારના રોજ વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ.

નવસારીમાં 28 ઈંચ તો ચીખલીમાં 48 ઈંચ વરસાદ પડ્યો

અન્ય સમાચારો પણ છે...