તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીલીમોરામાં વીજ કંપનીના લોકદરબાર પાંખી હાજરી રહી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દક્ષિણગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અમલસાડ ગણદેવી, બીલીમોરા તેમજ આંતલીયા જી.ઇ.બી. કચેરીના પ્રશ્નો અંગે કોળી પટેલ સમાજની વાડી ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંખી હાજરીઓ વચ્ચે યોજાયેલા લોક લોકદરબારમાં ચાર પેટા કચેરી મળી માત્ર 22 પ્રશ્નો રજુ થયા હતાં.

દક્ષિણ ગુજરાત વીજકંપની દ્વારા બીલીમોરા કોળી પટેલ સમાજ વાડીમાં દક્ષિણ ગુજ વીજ કંપની આપના દ્વાર લોક દરબાર યોજવામાં આવ્યો હતો. માત્ર એક જાહેરાત આપી લોકદરબાર યોજવા નીકળેલી જી.ઇ.બી ના લોકદરબારમાં પાંખી હાજરી જોવા મળી હતી. ઘણા લોક દરબારથી અજાણ હતાં. વીજ વિતરણ વ્યવસ્થાપનને લગતા એટલા બધા પ્રશ્નો છે કે પ્રશ્નોની ઝડી લોકો વરસાવી દે છે. જેમાં કંપની પાસે પૂરતો સ્ટાફ નથી,પુરંતુ મટિરિયલ નથી, વીજલાઇનના થાંભલા જોખમી રીતે વાંકા વળી ગયેલા છે, જોખમી વાયરોના લટકણીયા ઝુલતા જોવા મળે છે, ફ્યુઝ બોક્સ ડીપી ખુલ્લી હાલતમાં છે. દક્ષિણ ગુજરાત કપંનીની એગ્રીકલ્ચર લાઇનો પણ બેહાલ હાલતમાં છે. અંતરિયાળની ઘણી લાઇનો ખૂબ જર્જરીત હાલતમાં છે.વધારે વરસાદને વાવાઝોડાને કારણે જો લાઇનો તૂટે ઘણી વારે રિપેર થાય છે છતાં આખા લોકદરબારમાં માત્ર જીઇબીના કર્મચારીઓ તથા માત્ર 10-12 જીઇબીના ગ્રાહકોની હાજરીમાં પ્રશ્નો રજૂ થયા હતા.

બીલીમોરા ટાઉન, પેટાવિભાગ કચેરી ગણદેવી, આંતલીયા, અમલસાડના વીજ વિતરણને લગતા પ્રશ્નો રજુ થયા હતા. અમલસાડના 20, ગણદેવીનો 1 આંતલીયાનો 1 મળી કુલ 22 પ્રશ્નો રજુ કરવામાં આવ્યાં હતાં. પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓમાં બી.કે.પટેલ (વલસાડ રૂરલ ડિવિઝન), એ.એચ.પટેલ (એક્ઝિ. એન્જિ., નવસારી રૂરલ) એમ.આર.માલી (એસ.ઇ) તથા કે.પી ગુપ્તા (એસ.ઇ) તેમજ ગણદેવી- બીલીમોરા પાલિકા પ્રમુખ આશાબેન અને સુમનલતાબેન વર્મા ઉપસ્થિત રહ્યા હતાં.અરજી થયેલા પ્રશ્નોના ઉકેલ લાવવાની અધિકારીઓએ ખાતરી આપી હતી.

12 વ્યક્તિની હાજરીમાં 22 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા

બીલીમોરામાં અરજદારોની પાંખી હાજરી વચ્ચે દ.ગુ. વીજ કંપનીનો યોજાયેલા લોકદરબાર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો