તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Gandevi
  • નવસારી વિસ્તારમાં 48 કલાકમાં 1.3 ઈંચ વરસાદ પડ્યો, ખેડૂતોમાં ચિંતા

નવસારી વિસ્તારમાં 48 કલાકમાં 1.3 ઈંચ વરસાદ પડ્યો, ખેડૂતોમાં ચિંતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાંછેલ્લા 20 કલાકમાં 1.3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ ખેરગામમાં અને ચીખલીમાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે વાંસદામાં ઝરમરીયો વરસાદ હતો. ગતરાત્રિએ વાંસદાને બાદ કરતા સમગ્ર વરસાદ નોંધાયો હતો.

નવસારીમાં ધીમે ધીમે વરસાદી માહોલ જામતા ચોમાસુા બેઠાનો લોકોમાં આનંદ છવાયો છે. જોકે પૂર્વપટ્ટીના ગામોમાં જે ખેડૂત ડાંગરની લણણી કરવામાં મોડા પડ્યા છે, તેઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. નવસારીમાં વરસાદની વાત કરીએ તો શુક્રવારે સાંજે 4 કલાકથી આજે શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 20 કલાકમાં નવસારીમાં 1.3 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત ચીખલીમાં 4 ઈંચ જેટલો વરસાદ રહ્યો હતો. જ્યારે ખેરગામમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ઝીંકાયો હતો. ગણદેવીમાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જિલ્લામાં વાંસદાને બાદ કરતા સમગ્ર તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રે કડાકાભડાકા અને વીજળી સાથે વરસાદ પડ્યો હતો. ઉપરાંત સવારે 10 વાગ્યા સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. જેના કારણે ઠેર ઠેર પાણીનો ભરાવો થયો હતો. વરસાદી માહોલ બનતા હવે ચોમાસુ બેઠાનો લોકો અનુભવ કરી રહ્યા છે. બપોર પછી વાતાવરણ ખુલ્લુ રહ્યું હતું.

ગણદેવીમાં 3 ઇંચ વરસાદ, વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા

અન્ય સમાચારો પણ છે...