દારૂ પીને કાર ચલાવતા ચાલકે યુવતીને અડફેટે લેતા ઇજા પહોંચી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાનજીકના આંતલીયા ગામે કાર ચાલકે મોપેડ સવાર યુવતીને અડફેટે લેતા યુવતીને ઘુંટણ તેમજ શરીરના ભાગે ઇજા પહોંચાડી ભાગી જતા અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાય છે.

પૂજાબેન સુરેશભાઇ પટેલ બહેન ફેનીબેન સાથે કામ અર્થે આંતલીયા તળાવ પાસેથી મો.સા.નં.જીજે-21-એસી-8321 પર પસાર થઇ રહયાં હતા.ત્યારે એક આઇ-10 ગાડી નંબર જીજે-5-જેસી-9511નાં ચાલકે તેમની ડીઓ મોપેડ નં.જીજે-21-એસી-8321ને પૂરપાટ ઝડપે આવી અડફેટે લેતા મોપેડ ઉપર સવાર પૂજાબેન તથા ફેનીબેન કારની ટક્કરે રસ્તા ઉપર પટકાયા હતા.જ્યાં તેમને શરીરે અને ઘૂટણના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે અકસ્માત કરનાર હ્યુન્ડાઇ આઇ-10 ગાડી નં.જીજે-5-જેસી-9511 અકસ્માત સ્થળેથી તેની ગાડી હંકારી પલાયન થઇ ગયો હતો.ત્યારે મોપેડ સવાર યુવતીઓને ઇજાના કારણે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી જેથી પૂજાબેનનાં કાકા રમણભાઇ પટેલે અજાણ્યા આઇ-10 ગાડી નં.જીજે-5-જેસી-9511 વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.અકસ્માત કરી ભાગી જનાર કાર ચાલક ગણદેવી પોલીસના હાથે ઝડપાતા તેની ગાડીની તપાસણી કરતા પ્રોહીબીશનનો મુદ્દામાલ મળી આવ્યો હતો અને તે દારૂ પીને ગાડી ચલાવી રહયો હોવાનું જણાતા ગાડીના ચાલકે સની રસીક લાભાણી રહે.ઉન વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.

આંતલીયામાં અકસ્માત કરી ચાલક ભાગી ગયો હતો

અન્ય સમાચારો પણ છે...