તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Gandevi
  • રૂમલામાં 66 કે.વી. સબ સ્ટેશનનું કૃષિ ઊર્જામંત્રીના હસ્તે લોકાર્પણ

રૂમલામાં 66 કે.વી. સબ-સ્ટેશનનું કૃષિ- ઊર્જામંત્રીના હસ્તે લોકાર્પણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લાના રૂમલા ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન ર્કોપોરેશનના લિમિટેડ દ્વારા રૂ.710.32 લાખના ખર્ચે રૂમલા ખાતે તૈયાર થયેલા 66 કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ કૃષિ અને ઉર્જામંત્રી ચીમનભાઇ સાપરીયાએ કર્યું હતું. અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઇ પટેલ, ગણદેવી ધારાસભ્ય મંગુભાઇ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સબ સ્ટેશનનું લોકાર્પણ કરતાં ઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે, રૂમલા ખાતે રૂ. 710.32 લાખના ખર્ચે તૈયાર થયેલા 66 કે.વી. સબ સ્ટેશન દ્વારા 11 કે.વી. ઘોલાર ફીડરના ઘોલાર, આછવણી, બહેજ, ઝરી ફળિયા, 11 કે.વી. કણભાઇ ફીડરના સિયાદા, કણભાઇ, સતાડીયા અને 11 કે.વી. પટેલ કેટલ (એચ.ટી.ગ્રાહક)ના હજાર ઉપરાંત ગ્રાહકોને લાભ મળશે. ફીડરનું અંતર ઘડવાના કારણે લાઇનલોસ અને લો-વોલ્ટેજની સમસ્યા હલ થશે.

ઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે, એક કનેકશન એક ખેડૂત 10 હોર્સપાવર કનેકશનની મંજુરી હોય ત્યાં નિયમની મર્યાદામાં બે ખેડૂતોને પાંચ પાંચ હોર્સપાવરની મોટર મુકી શકશે. જેનો ઘણા ખેડૂતોને લાભ મળ્યો છે. ગણદેવી ધારાસભ્ય મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે, નવા સબ સ્ટેશનોના કારણે વોલ્ટેજની સમસ્યા હલ થવાની સાથે, નવા વીજ જોડાણો પણ આપી શકાશે. પુર્વ ધારાસભ્ય અને ભાજપ પ્રમુખ નરેશભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. 66 કે.વી. લોકાર્પણ અવસરે ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન દેશમુખ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ વિનોદભાઇ પટેલ, બાંધકામ સમિતિ અધ્યક્ષ અમિતાબેન પટેલ, રૂમલાના સરપંચ પાનુબેન પાડવી, વસુધારા ડેરીના ચેરમેન ગમનભાઇ પટેલ, ગણદેવી તાલુકા પંચાયત પ્રમુખ પ્રથમેશ વશી, નવસારી જેટકોના ચીફ એન્જિનિયર દર્શનાબેન સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રૂમલા ખાતે 66 કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું.

વોલ્ટેજની સમસ્યા હલ થશે સાથે નવા જોડાણ અાપી શકાશે

અન્ય સમાચારો પણ છે...