તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણદેવીના અંચેલી નજીક પ્રેમિકાની હત્યા કરતો પ્રેમી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવીતાલુકાના અંચેલી ગામ નજીક નજીવી તકરારમાં પ્રેમિકાને તેના પ્રેમીએ ઓઢણી અને હાથ વડે ગળુ દબાવી હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી.

અંચેલી ગામે અંબાનગર ખાતે રહેતા પરેશ ઉર્ફે બોડીયો હળપતિની બહેન હેમુ ઉર્ફે સલુના લગ્ન અમલસાડના નરેશ હળપતિ સાથે થયા હતા. જોકે નરેશભાઈનું અવસાન થયુ હતુ. બંનેના લગ્નજીવન દરમિયાન ત્રણ સંતાનો છે જેમાં બે છોકરી અને એક છોકરો છે. બંને છોકરીઓ મરનાર પિતા નરેશભાઈના માતાપિતા સાથે રહે છે તથા એક દીકરી હેમુની માતા (કે જેમણે બીજા લગ્ન કાઠીયાવાડી સાથે કર્યા હતા અને ભાવનગરના મહુવાના ડુડાસ ગામે રહે છે) જમનાબેન સાથે રહે છે. હેમુને પાંચેક વર્ષથી સુરતના લંબેહનુમાન રોડ ફૂટપાથ ઉપર રહેતા દિપક રમેશભાઈ જાદવ સાથે પ્રેમસંબંધ થયો હતો. તેઓએ લગ્ન કર્યા હતા પરંતુ પતિ-પત્ની તરીકે રહેતા હતા.

હેમુ અને તેનો પ્રેમી દિપક સાતેક દિવસથી ભાઈ પરેશના ઘરે આવ્યા હતા. દરમિયાન તેઓ બંને વચ્ચે પરેશ-હેમુની માતા જમનાબેનના મહુવા સ્થિત ઘરે જવા બાબતે ઝઘડો ચાલતો હતો. હેમુ-દિપક ગઈકાલે 31મીએ પણ અંચેલી હતા ત્યારે બંને વચ્ચે માતાના ઘરે જવા બાબતે તકરાર થઈ હતી અને તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા યે પ્રેમી દિપકે તેની પ્રેમિકા હેમુને ઓઢણી અને હાથ વડે ગળેટૂંપો આપી હત્યા કરી હતી. હેમુની લાશ અંચેલી રેલવે ટ્રેક પાસે નહેર નજીક કરોડ-કોઠવા ગામની સીમમાં મળી આવી હતી. હેમુને મોતને ઘાટ ઉતારનાર તેનો પ્રેમી દિપક પણ અમલસાડ પોલીસ ચોકીમાં હાજર થઈ ગયો હતો અને પોલીસને તેણે હેમુની માતાના ઘરે મહુવા જવા બાબતે તકરાર થતા ગુસ્સામાં ગળુ દબાવી મારી નાંખ્યાનું જણાવ્યું હતું. ખૂનના ગુના અંગે મરનાર હેમુના ભાઈ પરેશ હળપતિએ જલાલપોર પોલીસ મથકમાં દિપક જાદવ વિરૂદ્ધ ફરિયાદ આપી હતી. પોલીસે ગુનામાં આઈપીસી કલમ 302 તથા એટ્રોસિટી એક્ટની કલમ 3(2)(5) મુજબ ગુનો નોંધી વધુ તપાસ ડીવાયએસપી મોરીએ શરૂ કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે ગણદેવી તાલુકાનું અંચેલી ગામ અને કરોડ કોઠવા ગામની બોર્ડરો જોડાયેલી છે. અંચેલીએ ગણદેવી પોલીસ મથકમાં આવે છે અને કરોડ કોઠવા જલાલપોર પોલીસ મથકમાં આવે છે. ગતરાત્રિની ઘટના ટાણે બનાવની જગ્યા પણ બંને ગામની બોર્ડર નજીક હોય પોલીસ મથક નક્કી કરવામાં થોડી મુશ્કેલી સર્જાયાનું જાણવા મળ્યું છે.

માતાના ઘરે જવાની તકરારમાં હત્યા

અન્ય સમાચારો પણ છે...