તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમલસાડ માર્કટમાં 15 હજાર મણ ચીકુ ઠલવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમલસાડસ્થિત એપીએમસી સબ માર્કેટ યાર્ડમાં બીજા દિવસે પણ અંદાજિત 15 હજાર મણ જેટલા ચીકુ ઠલવાયા હતા. જોકે ભાવો ગઇ કાલ જેટલા રહેવા પામ્યા છે. તેની સાથે અમલસાડની સહકારી મંડળીઓ ગઇકાલ જેટલા ચીકુ ખેડૂતો દ્વારા ઠલવાયા હતા. જોકે મંડળીઓ જંત્રી મુજબ ભાવો હોય પાછળથી ભાવો ખબર પડશેω પરંતુ હરાજી કરતાં ઓછાં ભાવો હોવાનું ખેડૂત આલમમાં ચર્ચાનું સાંભળવા મળી રહ્યું છે.

સોમવારે અમલસાડ એપીએમસી સબ માર્કેટ યાર્ડમાં સારા ચીકુના ભાવો 20 કિલો નં-1નાં 600થી 700ની બોલી બોલાઇ હતી.જ્યારે 20 કિલો નં-2ના પણ 125થી લઇને 300ની બોલી બોલાઇ હતી. 20 દિવસ માર્કેટ તથા સહકારી મંડળીઓ બંધ હોવા છતાં હવામાનના બદલાવાના કારણે ખેડૂતો દ્વારા અપરિપક્વ ચીકુ વધારે ઠલવાયેલાં જોવા મળ્યા હતા. વં ગણદેવી જલાલપોરના વેપારીઓ માર્કેટ યાર્ડ તથા સહકારી મંડળીઓ દ્વારા 40 ટ્રકો કરતા વધુ ચીકુ અહીંથી દિલ્હી, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, રવાના થયા હતા, જે ત્રણ દિવસ પહોંચતા થાય છે આમ ત્યાંથી માર્કેટમાં કે ભાવો જળવાશે તેના ઉપરથી અંદાજ આવશે.

અન્ય સમાચારો પણ છે...