તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણદેવી પેટ્રોલપંપ સર્કલ નજીક ખાડાથી વાહનચાલકોને હાલાકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણદેવીનગરપાલિકા વિસ્તારના પેટ્રોલપંપ ચાર રસ્તાના સર્કલ પાસે નગરપાલિકાએ ગટરલાઇન નાંખવાના કામ કરેલ ખોદકામની જગ્યાએ હાલમાં પડેલ વરસાદના લીધે ખાડો પડવાની ઘટના બની છે. ગટર લાઇન માટે કરેલા ખોદકામ ઉપર માટી પુરાણ થયેલ પણ માટી બેસી જતા ખાડો પડયો છે. ભારે અવરજવરના સ્થળે ખાડો પડતાં ટ્રાફિક માટે અવરોધક છે.

ગણદેવી વિભાગમાં જરૂરી વરસાદ પડતો નથી અને જ્યાં વરસાદ પડ્યો તે ગણદેવી નગરપાલિકા માટે નુકસાનકારક સાબિત થયો. તા.19 મીના રોજ બપોર પછી વડા તળાવના બ્યુટીફિકેશન માટેના બાંધકામમાં મોટું ભંગાણ પડ્યું અને મોટા પાયે માટી પુરાણ વરસાદને કારણે બેસી ગયું અને આજ દિવસે મોડી સાંજે પેટ્રોલ પંપ ચાર રસ્તા સર્કલ પાસે ખાડો પડતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો.

ગણદેવી પાલિકાના શાસકોના માથે અનેક પ્રકારના આક્ષેપોનો પારો કેટલાક લોકો તરફથી ચલાવવામાં આવી રહયો છે તેમાં પડેલો ખાડો અને વડાતળાવની થયેલ તોડફોડની ઘટનાએ બળતામાં ધી હોવવાનું કામ કર્યું હોય તેમ જણાય છે.જ્યાં ખાડો પડ્યો ત્યાં વરસાદ પહેલાં સ્ટેટ રોડ ઉપર ડામર રોડનું કામ થતાં ગટરલાઇન ના ખોદકામ ઉપર ડામર પથરાઇ ગયો હતો પણ ખાડો પડતાં ડામર રોડ પણ તૂટી ગયો છે. નગર પાલિકા ખાડાને તાત્કાલિક રીપેર કરે તેવી લોકલાગણી છે.

ગણદેવી પેટ્રોલપંપ પાસે સર્કલ નજીક પડલ ખાડો.

ગટરલાઇનના ખોદકામ બાદ યોગ્ય પુરાણ કરાયું નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો