તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજ કરંટ લાગતા ગાયનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગડત |ગણદેવીના વેંગણીયા જકાતનાકા પાસેના કલિયારી રોડ ઉપર જીઇબીની ડીપીમાંથી વીજ કરંટ લાગવાથી ગાયનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ગાય ગણદેવીના જુના સીનેમા રોડ ઉપર ઢોરના દવાખાના સામે રહેતા માલધારીની હોવાની વાત બહાર આવી છે. તોરણગામ કલિયારીના ઉપ સરપંચ રતિલાલ મગનલાલ પટેલના જણાવ્યા મુજબ ગુરૂવારે બપોર પછી ત્રણેક વાગ્યાની આજુબાજુ ઘટના બની છે. કલિયારી રોડ ઉપર રસ્તાની બાજુમાં આવેલ જીઇબીના ડીપી પાસે ગાયને કરંટ લાગવાથી ગાયનું મોત નીપજ્યું છે.

ગાયને કરંટ લાગવાની વાત કોઇ એક અજાણ્યા રાહદારી દ્વારા જાણવા મળી છે. ઉપસરપંચ રતિલાલ પટેલે બનાવની જાણ જીઇબીની ગણદેવી કચેરીને ટેલિફોન ઉપર કરી હતી. જીઈબીના કર્મચારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ગાયના માલિકે ગાયનું મોત નીપજતા આર્થિક નુકસાન વેઠવાનો સમય આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો