તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણદેવી પીપલ્સ બેંકની સભા મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધીગણદેવી પીપલ્સ કો. ઓ. બેંકની 65મી વાર્ષિક સભા બેંકના ચેરમેન ગોપાળભાઈ ગોહિલની અધ્યક્ષતામાં કોળી સમાજની વાડીમાં મળી હતી. બેંકની સભાના પ્રારંભે સેક્રેટરી ગુલાબભાઈ પટેલે બેંકે સાંધેલી પ્રગતિનો ચિતાર રજૂ કર્યો હતો. બેંકના જનરલ મેનેજર હેમાંશુભાઈ વૈદે સભાના પ્રારંભે એજન્ડા પરના કામોનો પ્રારંભ કરતા ગતસભાની મિનિટનું વાંચન કર્યું હતું. બાદમાં ચેરમેન ગોપાળભાઈ ગોહિલે સરવૈયુ અને નફા-નુકસાન હિસાબ અને હેવાલોની દરખાસ્ત સભાને કરી હતી. સભાએ નફા-નુકસાનના વાર્ષિક હેવાલોને સરવૈયુ તથા હિસાબો મંજૂર કર્યા હતા. ચોખ્ખા નફાની ફાળવણી અને 12 ટકા ડિવિડન્ડની દરખાસ્ત રજૂ થતા સર્વાનુમતે સભાએ મંજૂર કર્યા હતા. એજન્ડા પરના અન્ય કામો પણ મંજૂર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો