તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Gandevi
 • ગણદેવી અને વાંસદા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાંથી અનેક મુરતિયાઓની દાવેદારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણદેવી અને વાંસદા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાંથી અનેક મુરતિયાઓની દાવેદારી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીખલીતાલુકામાંથી ગણદેવી અને વાંસદા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાંથી અનેક મુરતિયાઓએ દાવેદારી કરી છે ત્યારે ટિકિટમાં કોણ બાજી મારશે તો આવનાર સમય બતાવશે પરંતુ કોંગ્રેસ આવે છે ના કાર્યક્રમમાં આગેવાનોની દાવેદારીને પગલે રાજકીય વાતાવરણ ગરમાયું છે.

ચીખલી અને ખેરગામ તાલુકો ગણદેવી અને વાંસદા એમ બે વિધાનસભાના મત વિસ્તારમાં વહેંચાયેલો છે. એસટી માટેની અનામત બંને બેઠકો પૈકી ગણદેવી વિધાનસભા મતવિસ્તારમાં ચીખલી તાલુકાના 32 અને ખેરગામના 17 ગામોનો સમાવેશ થાય છે, જ્યારે વાંસદા બેઠકમાં ચીખલીના 35 અને ખેરગામના 5 ગામોનો સમાવેશ થાય છે. દરમિયાન અમદાવાદ ખાતે કોંગ્રેસના કોંગ્રેસ આવે છે અંતર્ગતના કાર્યક્રમમાં ગણદેવી બેઠક માટે ચીખલી તાલુકામાં કોંગ્રેસ પક્ષમાંથી જિલ્લા પંચાયતની વીસ મુદ્દા અમલીકરણ સમિતિના માજી અધ્યક્ષ એવા ચિતાલીના અરૂણભાઈ પટેલ, ખેરગામના કોંગ્રેસના અગ્રણીના પુત્રવધુ કલ્પનાબેન પટેલ સહિત દાવેદારી નોંધાવી છે. ઉપરાંત ગણદેવી તાલુકામાંથી અશોકભાઈ કરાટે અમલસાડના અશ્વિનભાઈ સહિત પણ દાવેદારીમાં ઝંપલાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

ઉપરાંત વાંસદા વિધાનસભા બેઠક ઉપર ચીખલી તાલુકાના કોંગ્રેસ પક્ષમાંથી માજી ધારાસભ્ય ભારતીબેન પટેલ તથા ઘોલારના માજી સરપંચ અને ચીખલી તાલુકા પંચાયતના પ્રમુખના પતિ વલ્લભભાઈ દેશમુખ, જ્યારે અનુસંધાનપાના નં. 2

માજી ધારાસભ્ય ભારતી બેન પટેલ સહિત અનેક મુરતીયા મેંદાનમાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો