• Gujarati News
  • સોનવાડી નજીકથી દારૂ ભરેલી કાર ઝડપાઇ

સોનવાડી નજીકથી દારૂ ભરેલી કાર ઝડપાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવીપોલીસે રવિવારે મધ્યરાત્રિએ ગણદેવી સુગર ફેકટરી આગળ પસાર થતી કાર શંકાસ્પદ લાગતા અટકાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ કારચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી જઈ છટકવાનો પ્રયત્ન કરતા ગણદેવીના પીએસઆઈ પી.બી.રજીયા અને એમની ટીમે કારનો સતત પીછો કરી કારને પાછળ પૂરપાટ ઝડપે પીછો કરતા અંતે સોનવાડી અંબિકા નદીનો પુલ ક્રોસ કરી પેટ્રોલપંપ પાસે કારને આંતરી તપાસતા કારમાંથી 2428 બોટલો વિવિધ વિદેશી દારૂની બનાવટની કિંમત રૂ. 1,72,800 હાથ લાગી હતી. કારચાલક કેતન મધુસુદન રાણા (રહે. ખોડિયારનગર, ઉધના) ઝડપાઈ ગયો હતો. આરોપી કેતન રાણા સામે ગણદેવી પોલીસે ગુનો નોંધી આજરોજ સોમવારે ગણદેવી કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગણદેવી પોલીસે મુદ્દામાલ અને કાર કબજે કરી એએસઆઈ શંકરભાઈએ ફરિયાદ નોંધાવી હતી ને ગણદેવીના પીએસઆઈ રજીયાએ તપાસ હાથ ધરી હતી. 2428 નંગ દારૂની બોટલ કિંમત રૂ. 1,72,800 થવા જાય છે અને કારની કિંમત રૂ. 5 લાખ મળી કુલ રૂ. 6,72,800નો મુદ્દામાલ ગણદેવી પોલીસે જપ્ત કર્યો હતો.

તબીબના નામે છેતરવાનો પ્રયાસ

અત્રેઉલ્લેખનીયછે કે કાર પર તબીબનો સિમ્બોલ હોવાથી કોઈ તબીબ જઈ રહ્યા હોય તેવો પ્રાથમિક આભાસ થયો હતો છતાં શકા જતા પોલીસે અટકાવવાનો પ્રયત્ન કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. આરોપીના જણાવ્યા મુજબ કાર કોઈ તબીબ પાસેથી ખરીદી હોવાનું જણાવ્યું હતું. આગામી બે દિવસોમાં રિમાન્ડમાં રહસ્ય ખુલશે એવી આશા વ્યક્ત કરાઈ રહી છે.