તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગંગેશ્વર મંદિર નજીક માર્ગ પરના વીજપોલ જીવલેણ સાબિત થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કછોલીગંગેશ્વર મહાદેવ મંદિર નજીકના કછોલી-કોલવા-ધમડાછા માર્ગ ઉપરના નડતરરૂપ વીજપોલ વાહનચાલકો માટે અકસ્માત સર્જનારા જીવલેણ ભાસી રહ્યો છે.

અંગેના સમાચારો દિવ્ય ભાસ્કર દ્વારા પ્રસિદ્ધ કરાતા વીજકંપનીએ આપેલ વીજપોલ દૂર કરવાનું એસ્ટીમેટ માર્ગ મકાન ખાતા દ્વારા રકમનું ભરપાઈ કર્યાને કેટલાયે મહિના થવા આવ્યા છે. જોકે ઘણાં ખરા વીજપોલ વીજ કંપની અમલસાડ દ્વારા ખસેડવામાં આવ્યા છે પરંતુ હજુ પણ કછોલી ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક કેટલાક વીજપોલ બિલકુલ રસ્તાની બાજુમાં જીવલેણ ભાસી રહ્યા છે.

કછોલી-કોલવા-ધમડાછા માર્ગ નવિનીકરણ સાથે પહોળો માર્ગ મકાન ખાતા દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જોકે કેટલાક વીજપોલ, અમલસાડ વીજ કંપની અને કેટલાક વીજપોલ ગણદેવી વીજ કંપનીની હદમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. વીજપોલ ઉપરના વીજરેષા દૂર કરાયા છે પરંતુ વીજપોલ હટાવાતા તેમજ વીજપોલ ઉપર કોઈ રેડિયમ ચિન્હવાળા પટ્ટા લગાવ્યા હોવાથી વાહનચાલકોને રાત્રે પણ વાહનો ચલાવવું મુશ્કેલભર્યું બની રહ્યું છે. હાલમાં શ્રાવણ માસ ચાલતો હોય કછોલીના અતિપ્રાચીન એવા ગંગેશ્વર મહાદેવ મંદિરના દર્શનાર્થે હજારોની સંખ્યામાં શહેરો, ગામડાઓમાંથી સેંકડો વાહનો દ્વારા ભક્તો આવે છે અને અજાણ્યો માર્ગ હોવાથી દિવસ-રાત વાહનોની ભીડ જામે છે રાત્રિના અંધકારમાં વધુ જોખમી ભાસી રહ્યા છે. બાબતે અમલસાડ વીજ કંપનીના નાયબ કાર્યપાલક ઈજનેર એસ.પી. પટેલે મારા સ્ટાફ પાસે જરૂરી તપાસ કરાવી તાત્કાલિક નડતરરૂપ વીજપોલ હટાવી લેવાશે એવી ખાતરી ઉચ્ચારી હતી.

કછોલી-કોલવા-ધમડાછા માર્ગ પર નડતરરૂપ વીજપોલ. તસવીરનિલેશ પટેલ

એસ્ટીમેટ ભરી દેવાયું હોવા છતાં પોલ ખસેડાયા નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો