તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાભાર્થીઓને ગેસ કિટસ વિતરણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | નવસારીમતિયા પાટીદારની વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ટોકન સ્વ્રૂપે નવસારી સાંસદ સી.આર.પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઇ પટેલ, ગણદેવી ધારાસભ્યે મંગુભાઇ પટેલ, નવસારી ધારાસભ્યા પિયુષભાઇ દેસાઇ સહિત મહાનુભાવોના હસ્તે્ ગેસ કનેકશન કિટસ વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન 500 લાભાર્થીઓને આવરી લેવાયા હતા. નવસારી કલેકટર રવિ કુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરા પણ કાર્યક્રમમાં જોડાયા હતા. પ્રસંગે નવસારી સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના થકી બહેનોને ઘણો લાભ મળશે. વડાપ્રધાનના આહવાનને લઇને 1.13 કરોડ લોકોએ ગરીબવર્ગ માટે સબસિડી છોડી દીધી છે. તેમણે મહત્તમ લાભાર્થીઓને આવરી લેવા કેમ્પનું આયોજન કરવા પણ અનુરોધ કર્યો હતો. નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ લાભાર્થીઓને અન્ય સરકારી યોજનાઓનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો