ગણદેવીમાં બે યુવાન વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી |ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના એક ગામમાં રહેતી શ્રમજીવી ત્રણ સંતાનની માતા ઉપર ચાર મહિના અગાઉ બે યુવાનોએ બળાત્કાર ગુજાર્યો હોવાની વાત સામે આવી છે. પીડિત મહિલાએ ગણદેવી પોલીસમાં બળાત્કારી યુવાનો વિરૂદ્ધ ફરિયાદ આપી છે. કાંઠા વિસ્તારના એક ગામમાં શ્રમજીવી મહિલા (ઉ.વ. 41) તેના પતિ અને ત્રણ સંતાન સાથે રહે છે. ગત એપ્રિલ મહિનાની એક સાંજે ગણદેવીના કાંઠા વિસ્તારના બે મિત્રે રમેશ હળપતિ અને કાંતિ હળપતિ તેના ઘરે આવ્યા હતા અને મહિલા પાસે બિભત્સ માંગણી કરી હતી. તેણી તેમના તાબે થતા બંને યુવાનોએ તેના પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. બનાવને ચાર મહિલા જેટલો સમય વિતી ગયા બાદ મહિલાએ તેના પતિને બળાત્કાર અંગે જાણ કરતા મામલો ગણદેવી પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે બંને યુવાનો સામે બળાત્કાર, જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો ગુનો નોંધી મહિલાનું મેડકલ ચેકઅપ કરાવી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...