• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ | નવસારી

ભાસ્કર ન્યૂઝ | નવસારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ | નવસારી

નવસારીનાજાણીતા ડો. હર્ષદ દેસાઈનું શુક્રવારે સાંજે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. ડો. દેસાઈ છેલ્લા કેટલાય વરસોથી પારસી હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે સેવા બજાવતા હતા.

નવસારીના જાણીતા તબીબ ડો. હર્ષદભાઈ નટવરલાલ દેસાઈનું શુક્રવારે સાંજે હૃદયરોગનો તીવ્ર હુમલો આવતા અવસાન થયું હતું. ડો. દેસાઈ 83 વર્ષની વયના હતા. તેઓ પોતાની પાછળ પત્ની તથા બે પુત્રોને વિલાપ કરતા મુકી ગયા છે. તેઓ છેલ્લા કેટલાય વરસોથી શહેરની જાણીતી એવી પારસી હોસ્પિટલ સાથે સંકળાયેલા હતા અને હોસ્પિટલને નામના આપવામાં તેમનો સિંહફાળો હતો. 80ની વય વટાવી ચૂકવા છતાં તબીબ તરીકેની ફરજ નિભાવતા હતા. તેઓ મૂળત: ગણદેવી તાલુકાના સાલેજ ગામના હતા. સદગતની સ્મશાનયાત્રા તેમના નિવાસસ્થાન જાગીરદાર બંગલો, લુન્સીકૂઈ, નવસારીથી 13મી એપ્રિલને સોમવારે સવારે 9 કલાકે નીકળશે.

નવસારીના જાણીતા ડૉ. હર્ષદ દેસાઈનું 83 વર્ષે અવસાન