• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Gandevi
  • ભાસ્કર િવશેષ | ગણદેવી તાલુકામાં રખડતા ઢોરોની સમસ્યા, રાત્રિના સમયે ગાય દેખાતી હોવાથી અકસ્માત થા

ભાસ્કર િવશેષ | ગણદેવી તાલુકામાં રખડતા ઢોરોની સમસ્યા, રાત્રિના સમયે ગાય દેખાતી હોવાથી અકસ્માત થાય છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવીતાલુકામાં રખડતા ઢોરોની સમસ્યા છેલ્લા કેટલાય વર્ષોથી હલ થઇ નથી જેના કારણે અકસ્માતો પણ સર્જાયા છે. ગણદેવી ભવાની ગ્રુપ દ્વારા આવા અકસ્માતો નીવારવા આવા રખડતા પશુઓને ગળામાં ચળકતી રેડીયમ પટ્ટી બાંધવામાં આવી છે, જેથી અંધારામાં બેઠેલા પશુઓનો દુરથી અંદાજ આવી અકસ્માત ટળી શકે.

બીલીમોરા સહીત સમગ્ર ગણદેવી તાલુકામાં ખાસ કરી વલોટી બ્રહ્મદેવ મંદિર પાસે રખડતા પશુઓ મોટી સંખ્યામાં એકત્ર થાય છે અને રસ્તો રોકી બેસી રહેતા હોય છે. ઘણીવાર રાત્રીના સમયે રસ્તામાં બેસેલા પશુઓ વાહન ચાલકોની નજરે ચઢતા નથી અને તેઓ ગંભીરઅકસ્માતનો ભોગ બનતા હોય છે, જેના કારણે ઘણીવાર વાહન ચાલકોને ઇજા તેમજ મોટા વાહન ટકરાવાથી પશુઓ પણ મોતને ભેટે છે.

હાલ ચાર દિવસ અગાઉ ગણદેવી પાસે અંધારામાં બેસેલી ગાયના ટોળા ઉપર એક એસ.ટી બસ અંધારાના કારણે ચઢી જતા ચાર ગાયોમોતને ભેટી હતી.આ ગાયોને ગણદેવીના ભવાની ગ્રુપે અંતીમ સંસ્કાર કર્યા હતા. આજ ભવાની ગ્રુપ દ્વારા અકસ્માત નિવારવા અર્થે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.

ભવાની ગ્રુપ દ્વારા રખડતી ગાયોના ગળામાં અંધારામાં પણ ચમકી શકે એવી રેડીયમની રીબીન પહેરવાનું કામ ચાલુ કરવામાં આવે છે જેના કારણે અંધારામાં પણ મુંગા પશુઓ હોવાનો અંદાજ આવી શકે અને અકસ્માત નીવારી શકાય. ગણદેવી બીલીમોરા, વલોટી, બ્રહ્મદેવ મંદિર ગણદેવી ચારરસ્તા ભૈયા ટેકરી પાસે ઢોરોના રક્ષણ કાજે અને અકસ્માત નીવારવા અર્થે જીવના જોખમે બેલ્ટ બાંધી રહયા છે.પ્રથમ દિવસે 50 જેટલા બેલ્ટ બાંધવામાં આવ્યા હતા.એક તરફ સરકારી તંત્ર રખડતા ઢોરોના પ્રશ્ન અંગે નિદ્ર અવસ્થામાં છે ત્યારે ભવાની ગ્રુપની પહેલ બીરદાવવા લાયક છે. લોકોએ પણ કાર્યને વધાવ્યુ હતું.

ભવાની ગ્રુપ દ્વારા અકસ્માતો નિવારવા ગાયોને રેડિયમ પટ્ટી પહેરાવાઈ હતી. તસવીર-ભાસ્કર

અકસ્માતો નિવારવા ગાયોને રેડિયમ પટ્ટી પહેરાવવાનું અભિયાન