• Gujarati News
  • એંધલ પાટીયા નજીકથી દારૂ ભરેલી કાર ઝડપાઈ

એંધલ પાટીયા નજીકથી દારૂ ભરેલી કાર ઝડપાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: ગણદેવીતાલુકાના એંધલ ગામ પાસેથી નેશનલ હાઈવે નં.8 ઉપરથી લોકલ ક્રાઇમ બ્રાંચે દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. જોકે આરોપી ભાગી જવામાં સફળ થયો હતો. મળેલી બાતમીના આધારે ગત શનિવારની રાત્રે નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચે મુંબઈથી અમદાવાદ જવાના રોડ ઉપર નેશનલ હાઈવે નં.8 ઉપર ગણદેવી તાલુકાના એંધલ ગામના પાટીયા પાસે નાકાબંધી કરી હતી.

દરમિયાત બાતમીવાળી મારૂતી ફ્રન્ટી કાર નં.જીજે-15-ઈ-7461 આવતા પોલીસે ઈશારો કરી ઉભી રાખવા પ્રયત્ન કર્યો હતો. પોલીસને જોઈ રાત્રિના અંધારામાં કારનો ચાલક થોડે દૂર કાર ઉભી રાખી ભાગી ગયો હતો. પોલીસે કાર નજીક જઈ કારની તલાશી લીધી હતી. કારમાં તપાસ કરતા કુલ 12 પૂંઠાના બોક્સમાં વ્હિસ્કી અને બિયરની કુલ 366 બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂ.34200 થવા જાય છે. પોલીસે દારૂ તથા કાર બંને મળી કુલ 84200 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો.