• Gujarati News
  • ગણદેવીના વલોટીમાં તળાવ ઊંડુ કરવા સામે ઉગ્ર વિરોધ

ગણદેવીના વલોટીમાં તળાવ ઊંડુ કરવા સામે ઉગ્ર વિરોધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવીતાલુકાના વલોટી ગામના નણિયા તળાવ ઊંડુ કરવાના ગ્રામપંચાયતના ઠરાવ સામે ભયસ્થાન સાથે વિરોધ કરી માજી સરપંચે લેખિત અરજી આપી મામલતદાર ગણદેવી, ખાણખનીજ વિભાગને બાબતે કંઈપણ થાય તો જવાબદારી તમારી રહેશે એવું જણાવ્યું છે.

માજી સરપંચ જમનાદાસ પટેલે કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, વલોટી નણિયા તળાવ ખોદકામ કરવાની સરપંચે મંજૂરી આપી હતી. અંગે ગ્રામપંચાયતે કરેલા ઠરાવ કાયદાની જોગવાઈ મુજબ મંજૂર થઈ શકે નહીં. તળાવ સાત-આઠ વર્ષ અગાઉ ખોદાયેલ જે હાલમાં આઠ-દસ ફૂટ ઊંડુ છે. હવે ફરી પાછું દસ ફૂટ ઊંડુ કરાય તો આજુબાજુવાળાઓને નુકશાન થાય એમ છે.

તળાવની બાજુમાં આદિવાસી મહોલ્લો હોવાથી બાળકોનો ડુબવાનો ભય પણ છે. તળાવ ગામની મિલકત છે તેથી ખોદકામ અંગે ગ્રામસભા બોલાવી અભિપ્રાય લેવાય. હાલના ગ્રામપંચાયતના સભ્યને પણ બાબતે અંધારામાં રાખેલ છે. ગ્રામસભા ઠરાવ કરવાની મંજૂરી આપે તો ખોદકામ કરવા જણાવ્યું હતું.