તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણદેવીમાં સ્વયંભૂ બંધને લઈ શાંતિ સમિતિની બેઠક મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી | અમરનાથમાંઆતંકી હુમલામાં મૃત્યુ પામેલા ગણદેવીના ચંપાબેન રમણભાઈ પ્રજાપતિને શ્રદ્ધાંલિ આપવા માટે ગણદેવી નગર 12મી જુલાઈ બુધવારે સ્વયંભૂ બંધ રાખવાનું જાહેર કરતા ગણદેવી પોલીસ દ્વારા મંગળવારે રાત્રે 8 વાગ્યે ગણદેવી શાંતિ સમિતિની તાકિદે બેઠક બોલાવી હતી. બેઠકમાં પીએસઆઈ આલ સ્વયંભૂ બંધ હોય નગરમાં કાયદો અને વ્યવસ્થા જળવાયેલા રહે તે માટે આગેવાનોને અપીલ કરી હતી. બેઠકમાં સૌએ એકી અવાજે બંધ માટે કોઈ દાબદબાણ કરાનાર હોવાનું જણાવી નગરની શૈક્ષણિક સંસ્થાઓને બંધમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો હતો. સાંજે 6 વાગ્યે મૃતક ચંપાબેનને શ્રદ્ધાસુમન અર્પણ કરવા ચંડિકામાતાના ચોક પર શ્રદ્ધાંજલી સભાનું આયોજન કરાયું હોય સભામાં શાંતિ સચવાય તે માટે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી.

શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત નગરના આગેવાનો તથા પીએસઆઈ. પરેશ અધ્વર્યું.

અન્ય સમાચારો પણ છે...