તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણદેવી તાલુકાનાં ચૂંટાયેલા સરપંચ-સભ્યોનું સન્માન કરાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણદેવીતાલુકાનાં ગામોમાં હાલમાં ચુંટાયેલ સરપંચ અને વોર્ડસભ્યોનું ધારાસભ્ય પિયુષ દેસાઇના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

ગણદેવી તાલુકાનાં પાંચેક ગામના સરપંચ અને વોર્ડ સભ્યોનાં સન્માનનો કાર્યક્રમ આજે રવિવારે રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ અંતર્ગત ખખવાડા ગામનાં સરપંચ જ્યોત્સનાબેન વશી તથા વોર્ડ સભ્યોનું ધારાસભ્ય પિયુષ દેસાઇએ સ્મૃતિભેટ આપી સન્માનીત કર્યુ હતું.આ પ્રસંગે તેમણે ગામનો સમતોલ વિકાસ કરવાનું કહ્યું હતું.ખખવાડા ઉપરાંત ગડતનાં સરપંચ મનોજ આહીર ઇચ્છાપોરનાં જિજ્ઞાબેન પટેલ,સોનવાડીનાં રમેશભાઇ હળપતિ,સાલેજનાં સરપંચ હિતેશભાઇ હળપતિ અને વોર્ડ સભ્યોનું ધારાસભ્યે સન્માન કર્યુ હતું.આ પ્રસંગે ધારાસભ્યની સાથે ગણદેવી તાલુકા પંચાયતનાં પ્રમુખ પ્રથમેશ વશી,તાલુકા ભાજપ પ્રમુખ કાંતિભાઇ પટેલ,જિલ્લા ભાજપ મહામંત્રી જયેશ નાયક,તાલુકા મહામંત્રી ચેતન નાયક,શૈલેષભાઇ હળપતિ,જિલ્લા પંચાયત સભ્ય સીતાબેન પટેલ પણ હાજર રહ્યા હતાં.

ખખવાડાનાં સરપંચ જ્યોત્સનાબેન વશીનું ધારાસભ્યના હસ્તે સન્માન.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો