તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેસલી હાઇસ્કૂલને 10 લાખનું દાન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેસલીવિભાગ કેળવણી મંડળના ટ્રસ્ટીઓની એક સભા એન.બી.પટેલ સાર્વજનિક હાઇ.કેસલીના મકાનમાં મળી હતી.

પ્રસંગે ટ્રસ્ટી નટુભાઇ પટેલે જણાવ્યું કે હાલમાં શિક્ષણમાં ખાનગીકરણના સમયમાં આર્થિક રીતે નબળા વ્યક્તિને શિક્ષણ મેળવવું મુશ્કેલ બન્યું છે.તેવા સમયે આપણી સંસ્થાઓ તમામ વર્ગના બાળકોને સસ્તુ પ્રવૃતિ સભર અને ગુણવત્તા યુક્ત સમયના પરિવર્તન સાથેનું શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ તે માટે તેમણે વિવિધ સુચનો કર્યા હતા.ડો.હંસાબેન પટેલે જણાવ્યું હતું કે વધુને વધુ મહિલાલક્ષી પ્રવૃત્તિ સંસ્થા દ્વારા થવી જોઇએ.ડો.નટુભાઇ પટેલ અને ડો.હંસાબેન પટેલે શાળામાં વિવિધ શૈક્ષણિક અન્ય પ્રવૃત્તિઓ થતી રહે તે માટે શાળામાં એક અદ્યતન સાંસ્કૃતિક હોલના નિર્માણ માટે તેમના તરફથી સંસ્થાને 10 લાખ રૂપિયાનું માતબર ઉમદા દાન આપ્યુ હતું.

સંસ્થાના પ્રમુખ સુમંતભાઇ બી.પટેલ હોદ્દેદારો,ટ્રસ્ટીઓ ઋણ સ્વીકાર કરી આભારની લાગણી તેમના સમગ્ર પરિવાર માટે વ્યક્ત કરી દાનનો સ્વીકાર કર્યો હતો.

ડોક્ટર દંપતી તરફથી સાંસ્કૃતિક હોલ બનાવવા સહાય અપાઇ

કેસલી હાઇસ્કુલને 10 લાખનું દાન.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો